આવતીકાલે ઉત્તર ગુજરાતની સૌથી મોટી બનાસ બેંકની ચૂંટણી યોજાશે, નવા ચેરમેન થશે પસંદગી
Banas Bank Election : બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી સહકારી બનાસ બેંકની આવતીકાલે 7 ડિસેમ્બરના રોજ ચેરમેન અને વાઇસ ચેરમેનના પદ માટે ચૂંટણી યોજાશે. ચાર મહિના પહેલાં જ ટર્મ પુરી થઇ ગઇ છે પરંતુ વિવાદોના કારણે ચૂંટણી યોજાઇ શકી ન હતી.
પછાત વિસ્તાર તરીકે જાણિતા બનાસકાંઠા જિલ્લામાં બનાસડેરી જો સૌથી મોટી સંસ્થા ગણવામાં આવતી હોય તો બનાસ બેંક છે. વર્તમાન ચેરમેન સવસીભાઇ ચૌધરીની મુદ્દત પૂર્ણ થઇ છે. અઢી વર્ષની મુદ્દત પૂર્ણ તથા નવા ચેરમેનની પસંદગી માટે આવતીકાલે 7 ડિસેમ્બરના રોજ ચૂંટણી અધિકારી તથા નાયબ કલકેટર પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને મીતીંગ મળશે. જેમાં નવા ચેરમનની પસંદગી કરવામાં આવશે.
ચૂંટણી પૂર્વે પાલનપુરના ચડોતરમાં કમલમ ખાતે ભાજપ પ્રદેશ ઉપ પ્રમુખ કૌશલ્ય કુંવરબાએ 18 ડિરેક્ટર્સની સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. નવા ચેરમેનની પસંદગીન લઇને બનાસવાસીઓમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.