વડોદરા ભાજપમાં વોર્ડ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ : ચૂંટણી અધિકારીની નિમણૂક
Vadodara : ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ પ્રમુખો અને બુથ પ્રમુખો માટે 40 વર્ષ અને જાહેર જિલ્લા પ્રમુખની 60 વર્ષ સુધીની વય મર્યાદા નક્કી કરી છે જેથી પાયાના કાર્યકર્તાઓની બાદબાકી થઈ ગઈ છે ત્યારે હવે વડોદરા ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ દ્વારા વોર્ડ પ્રમુખોની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરી છે. જે અંગે ચૂંટણી અધિકારી તરીકે કુશલસિંહ પઢેરીયાની નિમણૂક કરવામાં આવી છે અને તેઓએ ચૂંટણી અંગેના નિયમો અને ફોર્મ ભરવાની તારીખની જાહેરાત કરતા મેસેજ ભાજપના ગ્રુપોમાં ફરતા કર્યા છે.
ભારતીય જનતા પાર્ટી, સંગઠન પર્વ 2024 અંતર્ગત વડોદરા મહાનગરના નવા મંડળ પ્રમુખોની સહરચના કરવાની પ્રક્રિયા માટે જેતે મંડળમાં રહેતા ઈચ્છુક કાર્યકર્તાઑએ તે પ્રમુખ પદની દાવેદારી માટે શરતોને આધિન રહી ફોર્મ ભરવાનું રહેશે.
પ્રમુખ માટેની દાવેદારી માટેની શરતો મુજબ 40 વર્ષની ઉમર સુધીના કાર્યકર્તાઓ ઉમેદવારી ફોર્મ ભરી શકશે. ખાસ કિસ્સામા વધુમાં વધુ 45 ની ઉમર સુધીની છૂટછાટ જિલ્લા ચૂંટણી અધિકારીની સત્તા રહેશે (જન્મ પ્રમાણ પત્ર, ડ્રાઈવિંગ લાઈસન્સ,આધાર કાર્ડ, લિવિંગ સર્ટિ, પાસપોર્ટ) કોઈ પણ 2 પુરાવા સાથે બિડવાના રહશે.
વર્તમાન સક્રિય સભ્ય હોવા જોઈએ તેમજ અગાઉ પણ ઓછામાં ઓછી એક વખત સક્રિય સભ્ય બંનેલા હોવા જોઇએ. બન્ને વખતના સક્રિય સભ્યોનું કાર્ડ સાથે બિડવાનું રહેશે. જિલ્લા તથા મંડળમાં મોરચા કે સેલ અને પ્રકલ્પની જવાબદારી નીભાવેલ હોવી જોઈએ. સતત બે ટર્મથી મંડળ પ્રમુખ રહેલા કાર્યકર્તાઓ તથા ચૂંટાયેલા સભ્યો દાવેદારી ફોર્મ ભરી શકશે નહિ. 2 પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે લાવાના રહેશે. ચૂંટાયેલા પ્રતિનિધિ કોર્પોરેટર, ધારાસભ્ય અને સાંસદના પરિવારના સભ્ય ન હોવા જોઈએ. ફોર્મ મેળવવાની તેમજ ભરેલા ફોર્મ રજૂ કરવાની તારીખ અને સમય તારીખ7 અને 8 ડિસેમ્બર સમય બપોરે 2.00 થી સાંજના 6.00 કલાક સુધીનો રહેશે. ફોર્મ મેળવવા અને ભરેલ ફોર્મ જમાં ભારતીય જનતા પાર્ટી કાર્યાલય મનુભાઇ ટાવર, સયાજીગંજ ખાતે જમા કરાવવાનું રહેશે તેમ જણાવ્યું છે.