વડોદરા જિલ્લાની કરજણ પાલિકાની 16 ફેબ્રુ.એ ચૂંટણી,વાઘોડિયા પાલિકાની ચૂંટણી મુલતવી
વડોદરાઃ રાજ્ય ચૂંટણી પંચે આગામી તા.૧૬મી ફેબુ્રઆરીએ જાહેર કરેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને પગલે વડોદરા જિલ્લામાં પણ કરજણ નગર પાલિકાની ચૂંટણી યોજાશે.જ્યારે,નવી બનેલી વાઘોડિયા નગર પાલિકાની ચૂંટણી જાહેર નહિ થતાં રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.આ સાથે વડોદરા જિલ્લામાં વડોદરા,પાદરા અને શિનોર તાલુકા પંચાયતની પાંચ બેઠકની પેટા ચૂંટણી પણ જાહેર કરવામાં આવી છે. જ્યારે,સાવલી અને પાદરા નગરપાલિકાની બે બેઠક પર પેટા ચૂંટણી યોજાનાર છે.વડોદરા જિલ્લાની ચૂંટણીની વિગતો આ મુજબ છે.
નગર ચૂંટણીનો પ્રકાર બેઠકનું નામ
કરજણ નગર પાલિકા તમામ વોર્ડ
વડોદરા તાલુકા પંચાયત કોયલી-૧
'' '' દશરથ-૧
'' '' નંદેસરી-૧
પાદરા તાલુકા પંચાયત વડુ
શિનોર તાલુકા પંચાયત સાધલી-૨
સાવલી નગર પાલિકા વોર્ડ-૨ ચોથી બેઠક
પાદરા નગર પાલિકા વોર્ડ-૩ બીજી બેઠક
સીમાંકનમાં કેટલાક વિસ્તાર રહી જતા વાઘોડિયાની ચૂંટણી જાહેર ના થઇ
વડોદરા જિલ્લામાં નવી બનેલી વાઘોડિયા નગર પાલિકામાં પહેલીવાર ચૂંટણી યોજાનાર હતી.જે માટે વોર્ડની રચના પણ કરી દેવામાં આવી હતી.ચૂંટણી પહેલાં સીમાંકનમાં કેટલાક વિસ્તાર રહી જતાં સ્થાનિક ધારાસભ્ય તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા પણ આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે.જોકે આ બાબતે સત્તાવાર રીતે કોઇ જાણકારી મળી નથી.