વડોદરાની કરજણ નગર પાલિકાના પ્રમુખની ચૂંટણી તા.૫મીએ યોજાશે
વડોદરાઃ વડોદરા જિલ્લાની કરજણ નગર પાલિકાના પ્રમુખની ચૂંટણી આગામી તા.૫મીએ યોજાનાર હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
કરજણ નગર પાલિકામાં યોજાયેલી ચૂંટણીમાં કુલ ૨૮ બેઠકોમાંથી ભાજપને ૧૯ બેઠક મળી હતી.જ્યારે,આપને ૮ અને અપક્ષને ૧ બેઠક મળી હતી.કોંગ્રેસનું ખાતું જ ખૂલ્યું નહતું.
ભાજપને બહુમતી મળ્યા બાદ પ્રમુખ પદ માટે કવાયત કરવામાં આવી છે.જેમાં નિરીક્ષકો દ્વારા ચૂંટાયેલા સભ્યોનો સેન્સ લેવામાં આવ્યો હતો.આગામી તા.૪થીએ પાર્લામેન્ટરી બોર્ડની મીટિંગમાં પ્રમુખનું નામ નક્કી કરવામાં આવશે.