Get The App

પંચમહાલ બેઠક પર કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણની પસંદગી, હાઈકમાન્ડે ફોન કરીને આપી માહિતી

Updated: Mar 19th, 2024


Google NewsGoogle News
પંચમહાલ બેઠક પર કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણની પસંદગી, હાઈકમાન્ડે ફોન કરીને આપી માહિતી 1 - image


Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. તમામ પક્ષો પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી છે. કોંગ્રેસે પહેલી યાદીમાં 39 ઉમેદવારો અને બીજી યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેમાં ગુજરાતના સાત ઉમેદવારોના નામ જાહેર થયા છે. આ દરમિયાન પંચમહાલ લોકસભામાં કોંગ્રેસમાંથી ઉમેદવાર તરીકે લુણાવાડાના વર્તમાન ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણની પસંદગી થઈ છે. અહેવાલ અનુસાર,આ અંગે દિલ્હીના હાઈકમાન્ડમાંથી ટેલિફોનિક માહિતી આપી હતી. 

રતનસિંહ રાઠોડનું પત્તુ કપાયું

અહેવાલ અનુસાર, પંચમહાલ લોકસભામાં કોંગ્રેસ ઉમેદવાર તરીકે લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણનું નામ નક્કી કરવામા આવ્યું છે. ગુલાબસિંહ ચૌહાણને દિલ્હી હાઈકમાન્ડે ફોન કરીને જાણ કરી છે. મહીસાગરના વતની સાંસદ રતનસિંહ રાઠોડની ટિકિટ કપાતા કોંગ્રેસે ગુલાબસિંહ પર મોહર લગાવી છે. નોંધનીય છે કે, ભાજપે પંચમહાલ લોકસભા બેઠક માટે રાજપાલસિંહ જાદવની પસંદગી કરી છે. રાજપાલસિંહ જાદવ ઓબીસી સમાજમાંથી અને એક યુવા નેતા છે રાજપાલસિંહ જાદવ જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.

કોંગ્રેસે અત્યાર સુધીમાં સાત ઉમેદવારોના નામ જાહેર કર્યા

કોંગ્રેસે અત્યાર સુધીમાં સાત નામ જાહેર કર્યા છે. જેમાં પોરબંદરથી લલિત વસોયા, બનાસકાંઠાથી ગેનીબહેન ઠાકોર, વલસાડથી અનંત પટેલ, બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા, અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા અને કચ્છથી નીતિશ લાલનનો સમાવેશ થાય છે. જો કે, અમદાવાદ પૂર્વ બેઠકમાંથી કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ મોડી રાત્રે અચાનક જ ઉમેદવારી પરત ખેંચી લીધું છે.

પંચમહાલ બેઠક પર કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણની પસંદગી, હાઈકમાન્ડે ફોન કરીને આપી માહિતી 2 - image


Google NewsGoogle News