Get The App

એક વર્ષથી ધારાસભ્ય વિહોણી પ્રજા! ગુજરાતમાં પેટાચૂંટણી જાહેર છતાં આ બેઠક પર હાલ ચૂંટણી નહીં યોજાય, કારણ કે...

Updated: Oct 15th, 2024


Google News
Google News
Bhupat Bhayani


Bye Election On Vacant Legislative Seats Of Visavadar : ચૂંટણી પંચ દ્વારા આજે મહારાષ્ટ્ર, ઝારખંડ સહિત ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણીની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ વાવ બેઠક પર આગામી 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે. જેના પરિણામ 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. જ્યારે છેલ્લા એક વર્ષથી ખાલી પડેલી જૂનાગઢની વિસાવદર વિધાનસભાની બેઠકને લઈને ચૂંટણી પંચે કોઈ સ્પષ્ટતા કરી નથી.

છેલ્લા એક વર્ષથી ખાલી છે વિસાવદર બેઠક

ચૂંટણી પંચ દ્વારા આજે પત્રકાર પરિષદ કરીને મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની પેટાચૂંટણીને લઈને જાહેરાત કરી છે. તેવામાં છેલ્લા એક વર્ષથી ખાલી પડી રહેલી જૂનાગઢની વિસાવદર બેઠકને લઈને ચૂંટણી પંચ દ્વારા કોઈ જાહેરાત કરી ન હતી. 

આ પણ વાંચો : વાવ બેઠક પર 13 નવેમ્બરે યોજાશે પેટાચૂંટણી, હવે કોને ટિકિટ મળશે? આ ત્રણ નામ સૌથી વધુ ચર્ચામાં

આ કારણે વિસાવદર બેઠકને લઈને થયો વિવાદ

વર્ષ 2022માં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં વિસાવદરની બેઠક પર આમ આદમી પાર્ટીના ભુપત ભાયાણીના વિજય થયા બાદ આ બેઠક પર ઊભા રહેલા ભાજપના ઉમેદવાર હર્ષદ રીબડીયાએ AAP અને ધારાસભ્ય પર ચૂંટણીમાં ગેરરિતી કરી હોવાના આક્ષેપ કર્યા અને હાઇકોર્ટમાં ઇલેક્શન પિટિશન ફાઇલ કરી હતી. જો કે, સમગ્ર મામલો હાઇકોર્ટમાં વિચારાધીન હોવાથી વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની શક્યતા નહીંવત જોવા મળી રહી છે. બીજી તરફ, આ બેઠકને લઈને ચૂંટણી પંચે પણ કોઈ સ્પષ્ટતા કરી નથી. 

જ્યારે સમગ્ર મામલે હાઇકોર્ટમાં અરજી કરનાર હર્ષદ રીબડીયા જો અરજી પરત ખેંચે તો મામલો થાળે પડે એમ લાગે છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રની 288 બેઠક પર 20 નવેમ્બરે, તો ઝારખંડમાં 13 અને 20 નવેમ્બરે મતદાન; 23મીએ પરિણામ

લોકસભા સમયે પણ થઈ ન હતી જાહેરાત

આ અગાઉ લોકસભા 2024ની ચૂંટણી દરમિયાન ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી યોજાઈ હતી. જો કે ત્યારે પણ વિસાવદર બેઠકની જાહેરાત થઈ ન હતી.

Tags :
VisavadarJunagadhBhupat-BhayaniHarshad-Ribadiya

Google News
Google News