ચૂંટણી પંચની નોટિસ: ગુજરાત સરકાર અને ગૃહ વિભાગ દ્વારા કરાયેલી બદલીઓનો રિપોર્ટ માગ્યો
અમદાવાદ, તા. 22 ઓક્ટોબર 2022 શનિવાર
કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમે ગુજરાત સરકારને નોટિસ આપી છે. ચૂંટણી પંચે રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ દ્વારા કરાયેલી બદલીઓનો રિપોર્ટ માગ્યો છે. રાજ્યના પોલીસ વડા અને રાજ્યના ચીફ સેક્રેટરીને નોટિસ લખીને ખુલાસો માગવામાં આવ્યો છે.
વારંવાર કેન્દ્રીય ચૂંટણી પંચના કહેવા છતાં સરકારે રિપોર્ટ જમા કરાવ્યો નથી. રિપોર્ટ જમા ન થતા અંતે કેન્દ્રીય ચૂંટણી પંચ નારાજ છે. રાજ્યના ચીફ સેક્રેટરી અને પોલીસ વડાને પત્ર લખીને વહેલી તકે સરકારી કર્મચારીઓની બદલી અને પોસ્ટિંગનો રિપોર્ટ જાહેર કરવા કહેવામાં આવ્યુ છે.