Get The App

જામનગરમાં હરિયા કોલેજ રોડ પર રસ્તે રઝળતા ઢોરે એક વૃદ્ધ મહિલાનો ભોગ લીધો

Updated: Feb 9th, 2025


Google News
Google News
જામનગરમાં હરિયા કોલેજ રોડ પર રસ્તે રઝળતા ઢોરે એક વૃદ્ધ મહિલાનો ભોગ લીધો 1 - image


Jamnagar News : જામનગરમાં રસ્તે રઝળતા ઢોરના કારણે વધુ એક વૃદ્ધ મહિલાનો ભોગ લેવાયો છે. હરિયા કોલેજ રોડ પર વૃદ્ધાને રસ્તે રઝળતા પશુએ અડફેટે લીધા હતા અને મહિલાને ફંગોળ્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. ઢોરે વૃદ્ધ મહિલાને અડફેટે લેતા વૃદ્ધા ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે સારવાર દરમિયાન વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું હોવાનું સાવે આવ્યું છે. 

રઝળતા ઢોરે વૃદ્ધ મહિલાને અડફેટે લેતા મોત નીપજ્યું

મળતી માહિતી મુજબ, જામનગરમાં હરિયા કોલેજ રોડ પર કલ્યાણ એપાર્ટમેન્ટમાં રહેતા શોભનાબહેન જેવરસિંહ સોલંકી નામના 65 વર્ષના વૃદ્ધ મહિલા ગત 6 ફેબ્રુઆરીના સાંજે 7:15 વાગ્યે હરિયા સ્કૂલ પાસેથી પગપાળા ચાલીને જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તે રઝળતા ઢોરે શોભનાબહેનને અડફેટે લઈને પટકી દીધા હતા. આસપાસના લોકોને જાણ થતાં એકઠા થઈને ઇજાગ્રસ્ત થયેલા શોભનાબહેનને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં 7 ફેબ્રુઆરીએ શોભનાબહેનનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું.

 જામનગરમાં હરિયા કોલેજ રોડ પર રસ્તે રઝળતા ઢોરે એક વૃદ્ધ મહિલાનો ભોગ લીધો 2 - image

આ પણ વાંચો: સુરતથી મહાકુંભ જવા માટે સ્પેશિયલ ટ્રેન શરૂ કરાઈ, દક્ષિણ ગુજરાતના શ્રદ્ધાળુઓને થશે ફાયદો

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જ્યારે શહેરમાં રસ્તે રઝળતા પશુઓના કારણે વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો અને તંત્ર દ્વારા રસ્તે રઝળતા પશુઓ સંદર્ભે વહેલીતકી કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી હતી.


Tags :
JamnagarGujarat

Google News
Google News