Get The App

પાટા ઓળંગતી વખતે ટ્રેન આવી જતા વૃધ્ધાનું કપાઇ જતા મોત

Updated: Feb 3rd, 2025


Google NewsGoogle News
પાટા ઓળંગતી વખતે ટ્રેન આવી જતા વૃધ્ધાનું કપાઇ જતા મોત 1 - image


જામનગર નજીક અલિયાબાડા પાસે

હાપામાં કૂવામાંથી યુવાનનો મૃતદેહ મળ્યો

જામનગર :   જામનગર નજીક અલીયાબાડા ગામમાં રહેતા ૬૫ વર્ષના બુઝુર્ગ મહિલા ગઈકાલે બપોરે રેલવેના પાટા ઓળંગી રહ્યા હતા, જે દરમિયાન ટ્રેન આવી જતાં કપાયા હતા, અને બનાવના સ્થળેજ કમકમાટીભર્યું મૃત્યુ નીપજયું હતું.જામનગર નજીક હાપા જલારામ મંદિર પાસેઆ વેલા એક કૂવામાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે ફાયર બ્રિગેડની મદદથી મૃતદેહને કૂવામાંથી બહાર કઢાવી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.

જામનગર નજીક અલીયાબાડા ગામમાં રહેતા ખીમીબેન પરસોતમભાઈ લૈયા નામના ૬૫ વર્ષના બુઝુર્ગ મહિલા, અલિયાબાડા રેલવે ક્રોસિંગ પાસે ના પાટા ઓળંગી રહ્યા હતા, જે દરમિયાન પોરબંદરથી હાવડા તરફ જઈ રહેલી ટ્રેનના એન્જિન હેઠળ આવી ગયા હતા, અને તેઓના દેહના ટુકડા થઈ જતાં બનાવના સ્થળે જ કમ કમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું હતું.

જામનગર નજીક હાપા જલારામ મંદિર પાસે આવેલા એક કૂવામાં માનવ મૃતદેહ તરી રહ્યા છે, તેવી માહિતી પોલીસને મળી હતી. જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા ને જાણ કરી હતી. જેથી ફાયર શાખાના કર્મચારીની ટુકડીએ બનાવના સ્થળે પહોંચી જઇ પાણીમાંથી મૃતદેહને બહાર કાઢયો હતો, અને પોલીસને સુપ્રત કર્યો હતો.મૃતકનું નામ કિશોરભાઈ કરશનભાઈ મસુરીયા (ઉં.વ.૫૨) અને હાપા વિસ્તારમાં રહેતા હોવાનું તેમજ મજૂરી કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું.આ બનાવ અંગે મૃતકના પુત્ર સચિન કિશોરભાઈએ  બનાવ ના સ્થળે આવીને પોતાના પિતાના મૃતદેહ ને ઓળખી બતાવ્યો હતો.પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક પ્રૌઢ છૂટક મજૂરી કામ કરતા હોવાનું અને દારૃ પીવાની આદત ધરાવતા હોવાનું પણ જાણવા મળ્યું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ તેઓએ આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસ દ્વારા અનુમાન કરાયું છે.


Google NewsGoogle News