Get The App

બીમારીથી કંટાળીને વૃદ્ધે અગ્નિ સ્નાન કરી લેતા મોત

જાતે જ શરીર પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી

Updated: Mar 20th, 2025


Google News
Google News
બીમારીથી કંટાળીને વૃદ્ધે અગ્નિ સ્નાન કરી લેતા મોત 1 - image

વડોદરા,૮૨ વર્ષના વૃદ્ધે બીમારીથી કંટાળીને જાતે શરીર પર પેટ્રોલ છાંટીને અગ્નિ સ્નાન કરી લેતા ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત થયું છે.

 દાંડિયાબજાર વિસ્તારમાં રહેતા ૮૨  વર્ષના અરવિંદભાઇ જાદવ નિવૃત્ત જીવન ગુજારે છે. તેઓને છેલ્લા પાંચ વર્ષથી અસાધ્ય બીમારી હતી. જેના કારણે તેઓ કંટાળી ગયા હતા. ગઇકાલે સવારે તેઓ હરણી રોડ સંગમ ચાર રસ્તા અભિનાશ સોસાયટીમાં રહેતી બહેનના ઘરે મળવા માટે ગયા હતા. તે દરમિયાન રોડ પર જ તેઓ જાતે પેટ્રોલ છાંટીને સળગી જતા  લોકોએ દોડી આવી આગ ઓલવી હતી. એક દિવસની સારવાર બાદ તેઓનું મોત થયું હતું. જે અંગે વારસિયા પોલીસે તપાસ હાથ ધરી છે.  પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતા વૃદ્ધે જાતે જ કેરોસીન છાંટીને અગ્નિ સ્નાન કરી લીધું હોવાનું જાણવા મળ્યું હતું.  મૃતકના સગાઓએ પણ કોઇ શંકા વ્યક્ત કરી નથી. જોકે, પ્રાથમિક તપાસમાં વૃદ્ધે બીમારીથી કંટાળીને અગ્નિ સ્નાન કર્યુ હોવાની શક્યતા છે. 

Tags :