Get The App

મોરબીના વનાળીયા ગામ નજીક વોંકળામાં ડૂબી જતા વૃધ્ધનું મોત

Updated: Dec 23rd, 2024


Google NewsGoogle News
મોરબીના વનાળીયા ગામ નજીક વોંકળામાં ડૂબી જતા વૃધ્ધનું મોત 1 - image


ખાખરાળા ગામ તરફ જવાના રસ્તે બનાવ

ટંકારાના કલ્યાણપર ગામની સીમમાં વાડીમાં રમતી બાળકીનું ટ્રેકટર હડફેટે મોત

મોરબી : મોરબીના વનાળીયા ગામ નજીક આવેલ વોકળાના પાણીમાં ડૂબી જતા ૬૦ વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. કલ્યાણપર ગામની સીમમાં વાડીમાં ૪ વર્ષની બાળકી રમતી હતી ત્યારે ટ્રેક્ટર ચાલકે બાળકીને હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું.

મૂળ દાહોદ જીલ્લાના સાગથાળા ગામના વતની અને હાલ વનાળીયા ગામે રહેતા રવજીભાઈ ભીખાભાઈ નાયક (ઉ.વ.૬૦) નામના વૃદ્ધ વનાળીયા ગામ પાસે ખાખરાળા ગામ જવાના રસ્તે વોકળાના પાણીમાં કોઈ કારણોસર ડૂબી જતા મોત થયું છે. બનાવને પગલે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારાના કલ્યાણપર ગામની સીમમાં રહીને મજુરી કરતા નૂરૃભાઈ જોગડીયાભાઈ કિકરીયાએ આરોપી ટ્રેક્ટર ચાલક ઇન્જામૂલ રસુલ શેરશીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે સવારના દશેક વાગ્યે ફરિયાદીની દીકર તેજલ (ઉ.વ.૦૪) વાળી વાડીમાં રમતી હતી. ત્યારે ટ્રેક્ટર ચાલકે ટ્રેક્ટર પુરઝડપે ચલાવી ટ્રેક્ટર પાછળ લાગેલ ચકરીમાં બાળકીને હડફેટે લીધી. હતી જે અકસ્માતમાં બાળકીને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News