એપીએમસી ચેરમેન અને પુત્રોનાં ત્રાસથી સો મીલના વ્યવસાયી વૃદ્ધની આત્મ હત્યા
દહેગામમાં મંદિર ટ્રસ્ટની જગ્યા ખાલી કરાવવા માટે
પુત્રની ફરિયાદના પગલે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, બે પુત્રો સામે પોલીસે ગુનો નોંધ્યો : વૃદ્ધની સુસાઇડ નોટ અને વિડીયો વાઇરલ થઇ
દહેગામ નરોડા હાઇવે પર હનુમાનજી મંદિરની સામે બંસીધર
સોસાયટીમાં મકાન નંબર ૫માં રહેતા નવીનભઆઇ ગોપાલભાઇ સોનીએ આ બનાવ સંબંધમાં
નોંધાવેલી ફરિયાદમાં તેના ૭૦ વષય પિતા ગોપાલભાઇ શ્યામજીભઆઇ સોનીને આત્મ હત્યા કરવા
માટે મજબુર કરવા સંબંધે દહેગામમાં રહેતા સુમેરૃભાઇ રસિકલાલ અમીન, તેના પુત્ર કૌશલ
અને હષલ અમીનના નામ લખાવ્યા છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યા પ્રમાણે નવીનભાઇ અને
તેના પિતા ગોપાલભાઇ દહેગામમાં સર્વે નંબર ૪૯૦ તથા સીટી સર્વે નંબર ૩૮૫ના પ્લોટમાં
કામધેનુ સો મીલ નાંથી લાકડાનું કારખાનુ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે અને
ઉપરોક્ત જગ્યા દહેગામના ગોપાલજી મંદિર ટ્રસ્ટની છે. જેમાં ફરિયાદી અને તેના પિતા
૫૦ વર્ષથી ભાડા પટ્ટે જગ્યા રાખીને કારખાનુ ચલાવે છે.
ફરિયાદ મુજબ વર્ષ ૨૦૨૨માં સુમેરૃભાઇ અમીન ગોપાલજી મંદિર
ટ્રસ્ટના ચેરમેન બન્યા બાદ તે તથા તેના પુત્રોએ આ જગ્યા ખાલ કરાવવા ધમકીઓ આપવાનું
શરૃ કર્યુ હતું. તેઓ પોલીસ કે સરકાર અમારૃ કંઇ બગાડી નહીં શકે તેમ કહીને પરિવાર
સહિત મારી નાંખવાની ધમકીઓ પણ આપતા અને હાથ ઉપાડી લેતા હતાં. આરોપીઓ દ્વારા વગ
વાપરીને કારખાનાનું વીજળીનું જોડાણ કપાવી નાંખવા, જીએસટી લાયસન્સ રદ કરાવવા, ફોરેસ્ટનું લાયસન્સ રદ કરાવવા, પાણીનું જોડાણ
કાપી નાંખવા વિવિધ કચેરીઓમાં અરજીઓ કર્યાનું પણ જણાવાયું છે. આખરે ગોપાલજીએ ન્યાય
મેળવવા માટે હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. જે પેન્ડિંગ હોવાનું ફરિયાદમાં
જણાવાયું છે.
દરમિયાન ગત તારીખ ૩ ફેબુ્રઆરીએ સવારે ૯.૩૦ વાગ્યાના અરસામાં
ફરિયાદી સો મીલ પર ગયા બાદ બપોરે ૨ વાગ્યે જમવા ઘરે આવ્યા ત્યારે ગોપાલભાઇ સો મીલ
પર હતાં. બપોરે ૩ વાગ્યે કેસ લડતા વકીલ પિનાકીનભાઇ રાવલનો ફરિયાદી પર ફોન આવ્યો
તેમાં જણાવ્યું કે મારે ગોપાલભાઇ સાથે વાત કરવી છે અને તે ફઓન ઉપાડતાં નથી. ત્યારે
ગોપાલભાઇએ ફરિયાદીનો પણ ફોન નહીં ઉપડતાં સો મીલ પર ગયા ત્યારે ગોપાલભાઇ અને ગાડી
બન્ને ન હતાં. સો મીલના કામદાર ખીમાજી કાવાજી મારવાડીએ ગોપાલભાઇ ગાડી લઇને નીકળ્યા
હોવાનું જણાવતા ફરિયાદીએ મિત્રો હિતેન્દ્રસિંહ શંકુસિંહ ચૌહાણ અને દિગ્વીજયસિંહ
શંકુસિંહ ચૌહાણને સાથે રાખી આસપાસમાં તપાસ કરી હતી પરંતુ મળી આવ્યા ન હતાં. ફરી
વકીલ સાથે વાત કરતાં તેણે કહ્યુ હતું કે તમારા પિતાએ ફોનમાં સુ સાઇડ નોટ મોકલી
હોવાથી ફોન કર્યો હતો. દરમિયાન ગાંધીનગરમાં સેક્ટર ૧૨માં શ્રી સ્વામી વિવેકાનંદ
વિદ્યાલયના ગેટ સામે રોડ પર સ્વીફ્ટ ગાડી જોવામાં આવતાં દરવાજો ખોલ્યો ત્યારે ઝેરી
દવાની વાસ આવતી હતી. ત્યારે ગોપાલભાઇએ ફરિયાદી પુત્ર નવીનભાઇને કહ્યુ હતું કે
સુમેરૃભાઇ રસિકલાલ અમીન, તેના
પુત્ર કૌશલ અને હષલ અમીનના ત્રાસથી થાકી ગયો છે. આટલી ઉમરે ગત તારીખ ૨૮મી
જાન્યુઆરીએ સો મીલ પર આવીને સુમેરૃભાઇએ માર મારતા લાગી આવવાથી ઝેરી દવા પીધી છે.
તુંરત તેને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. જ્યાં રાત્રે
તેનું મૃત્યુ થયુ હતું.