તરસાલીમાં દારૃ પીને ઝઘડો કરતા આઠ યુવકો ઝડપાયા
કંટ્રોલ રૃમમાં એક નાગરિકે જાણ કરતા પોલીસ સ્ટાફ દોડી ગયો
વડોદરા,તરસાલીમાં દારૃ પીને ધમાલ કરતા આઠ વ્યક્તિઓેને મકરપુરા પોલીસ પકડી લાવી હતી. તમામ આરોપીઓ સામે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ કંટ્રોલ રૃમમાં ગઇકાલે રાતે કોલ કરીને એક નાગરિકે જાણ કરી હતી કે, તરસાલી ગુરૃદ્વારા પાસે વ્રજધારા સોસાયટીની પાછળ કેટલાક લોકો દારૃ પીને ઝઘડો કરે છે. જેથી, મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.પોલીસ સ્થળ પરથી આઠ નશેબાજોને પકડીને પોલીસ સ્ટેશન લઇ આવ્યા હતા. પોલીસે આઠેય નશેબાજો સામે પ્રોહિબીશનનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓમાં (૧) અભિષેક સંતોષભાઇ સખપાલ( રહે. રામનગર, તરસાલી) (૨) તુષાર રાજુભાઇ મોહિતે (રહે. સોમનાથ નગર, તરસાલી) (૩) અનમોલ શશીકાંત મરાઠે (રહે. મોતી નગર, તરસાલી) (૪) યજ્ઞોશ પ્રવિણભાઇ પટેલ (રહે. રવિ પાર્ક સોસાયટી, તરસાલી) (૫) દર્પણ દિપકભાઇ શિર્કે (રહે. મોતી નગર, તરસાલી) (૬) વિશાંત સંતોષભાઇ સપકાલ (રહે. શ્રીરામ નગર, તરસાલી) (૭) જીજ્ઞોશ ભાલચંદ્ર ગાયકવાડ (રહે. રામ નગર, તરસાલી) તથા (૮) અજય પ્રકાશભાઇ સપકાલ (રહે. યોગેશ્વર સોસાયટી, તરસાલી) નો સમાવેશ થાય છે.