જામનગરમાં મોહનનગર વિસ્તારમાંથી જુગાર રમતી આઠ મહિલાઓ ઝડપાઈ
Jamnagar Gambling Crime : જામનગર શહેરના મોહનનગર આવાસ વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી એ. ડીવીઝન પોલીસે છાપો મારી જાહેરમાં જુગાર રમી રહેલી 8 મહિલાઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.
પોલીસે બનાવના સ્થળેથી જુગાર રમી રહેલી જોસનાબેન રમેશભાઈ આહિર, હિરલબેન નવઘણભાઈ કોળી, શોભનાબેન ચૌહાણ, વૈશાલીબેન પરેશભાઈ ગોસાઈ, શિલ્પાબેન લાલજીભાઈ ઢાપા, સોનલબેન જીવણભાઈ ઝીંઝુવાડીયા, રૂકસાનાબેન જાવિદભાઈ સમા અને કમળાબેન ગોસાઈને રંગેહાથ ઝડપી લીધા હતા, અને તેમની પાસેથી રોકડ રકમ રૂા.11,400 કબ્જે કરી જુગારધારા કલમ 12 મુજબ કાર્યવાહી કરી હતી.
ચલણી નોટોના આંકડા પર જુગાર રમતા બે ઝડપાયા
જામનગર શહેરના ખંભાળિયા ગેઈટ બહાર કાલીન્દી સ્કૂલની બાજુમાં જાહેરમાં વિપુલ નરભેરામ દુધરેજીયા અને અનિલસિંહ રાઠોડ નામના બંને શખ્સો ચલણી નોટોના સિરીયલ નંબર પર હારજીતો જુગાર રમતા ઝડપાયા હતાં. સિટીએ ડીવીજન પોલીસે તેમની પાસેથી રોકડ રકમ રૂા.460 કબ્જે કરી ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.