ફોર્ચ્યુન કોપર ઇન્ડસ્ટ્રીમાં દરોડામાં વધુ આઠ પેઢીના રૃા.493 કરોડના શંકાસ્પદ બિલો મળ્યા
સંદિપ વિરાણી પાસેથી 108 કરોડના બીલો મળ્યા બાદ વધુ શંકાસ્પદ બિલો મળતા જીએસટી વિભાગે વધુ ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા
સુરત
સંદિપ વિરાણી પાસેથી 108 કરોડના બીલો મળ્યા બાદ વધુ શંકાસ્પદ બિલો મળતા જીએસટી વિભાગે વધુ ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા
સુરતના મે.ફોર્ચ્યુન કોપર ઈન્ડસ્ટ્રીઝના આરોપી ભાગીદાર સંદિપ વિરાણીને પાંચ બોગસ પેઢીઓના નમે 108 કરોડનો બોગસ બીલીંગ કૌભાંડ આચરીને 19.45 કરોડના ક્રેડીટ ઉસેટવાના બદલ જીએસટી વિભાગે ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ આજે વધુ 11 દિવસના કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશનની માંગ સાથે સુરતની સીજીએમ કોર્ટમાં રજુ કરતાં કોર્ટે આરોપીને વધુ ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો છે.
સ્ટેટજીએસટી વિભાગની ટીમે કોપરના ધંધા સાથે સંકળાયેલા સુરત,રાજકોટ,ભરુચ,જુનાગઢ,ભાવનગર,વાપી વગેરે સ્થળોએ કાર્યરત 14 પેઢીઓના ધંધાકીસ સ્થળો પર રાજ્ય વ્યાપી દરોડા પાડીને તપાસ હાથ ધરી હતી.જે તપાસમાં સુરતના મે.ફોર્ચ્યુન કોપર ઈન્ડસ્ટ્રીઝ પેઢીના આરોપી ભાગીદાર સંદિપ અનવર વિરાણી(રે.સાહીલ ઈન્ફીનીટી,કરીમાબાદ સોસાયટી,ઘોડદોડરોડ,ઉમરા)ની સંડોવણી બહાર આવતા ત્રણેક દિવસ પહેલાં તેની ધરપકડ કરીને સીજીએમ કોર્ટમાંથી મોડી સાંજે રિમાન્ડ મેળવ્યા હતા.આરોપી સંદિપ વિરાણીએ મે.ફાર્ચ્યુન કોપર ઈન્ડસ્ટ્રીઝ પેઢીમાં પાંચ બોગસ પેઢીઓના નામે 108 કરોડના બોગસ ખરીદીના બિલો બનાવીને કુલ 19.45 કરોડની ઈમ્પુટ ટેક્ષ ક્રેડીટ ઉસેટી સરકારી તિજોરીને ચુનો લગાડયો હતો.
આજરોજ આરોપી સંદિપ વિરાણીના રિમાન્ડ પુરા થતાં સ્ટેટ જીએસટી વિભાગના ઈન્વેસ્ટીગેશન અધિકારી અરૃણકુમાર એસ.કાલરાએ આરોપીના વધુ 11 દિવસની કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશન માટે કોર્ટ સમક્ષ માંગ કરી હતી.જેમાં મુખ્યત્વે આરોપીના રિમાન્ડ દરમિયાન નવી આઠ જેટલી પેઢીઓ પાસેથી કુલ 493 કરોડની ખરીદીના વ્યવહારો પણ શંકાસ્પદ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.જેથી સમગ્ર કૌભાંડની તપાસ માટે વધુ ઈન્ટ્રોગેશન માટે કસ્ટડી સોંપવા માંગ કરી હતી.સરકારપક્ષે જણાવ્યું હતું મે.ફોર્ચ્યુન કોપર ઈન્ડસ્ટ્રીઝના ભાગીદારે પાંચ બોગસ પેઢીઓના નામે બોગસ બીલોના આધારે ઉસેટેલી કુલ 19.45 કરોડની ક્રેડીટના મુદ્દે બોગસ પેઢીઓના સાથેના વ્યવહારો કોની સાથે મળીને કર્યા છે?તેની તપાસ હાથ ધરવાની છે.વધુમાં ઈ-વે બીલ કોના દ્વારા તૈયાર કરાયા,બેંકના નાણાંકીય વ્યવહારો કોના દ્વારા કરવામાં આવી તથા બેંક ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા કોને સુચના આપી તે અંગે પુછપરછ હાથ ધરી હતી.પરંતુ માલ વહન અંગે ટ્રાન્સપોર્ટર પાસેથી વધુ વિગતો મેળવી સમગ્ર કૌભાંડની મોડસ ઓપરેન્ડી જાણવાની છે.જેની તપાસ કરવા વધુ 11 દિવસના કસ્ટડીની માંગ કરતા કોર્ટે આરોપીના બચાવપક્ષે કેતન રેશમવાલાની રજુઆતોને ધ્યાને લઈ આરોપીને અંશતઃ રિમાન્ડની માંગ મંજુર કરી ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
સંદિપ વિરાણીએ બોગસ
પેઢીઓના ખાતામાં કરેલા ટ્રાન્ઝેકશનમાં મની ટ્રેઈલની ચકાસણી થશે
પાંચ બોગસ પેઢીઓના નામે બોગસ બીલીંગ કૌભાંડ બાદ વધુ આઠ પેઢીઓના નામે 493 કરોડના શંકાસ્પદ ખરીદીના વ્યવહારો આચરીને કરોડો રૃપિયાના ક્રેડીટ ઉસેટવાની આશંકાના આધારે સુરતની મે.ફોર્ચ્યુન કોપર ઈન્ડસ્ટ્રીઝના આરોપી ભાગીદાર સંદિપ અનવર વીરાણીને વધુ ત્રણ દિવસની કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશન હાથ ધરવામાં આવશે.જે દરમિયાન આરોપીના બોગસ પેઢીઓના બેંકખાતામાં કરોડો રૃપિયાના નાણાં ટ્રાન્સફર કર્યા છ.ેજે નાણાંકીય ટ્રાન્ઝેકશન સંપૂર્ણ મની ટ્રેઈલની ચકાસણી હાથ ધરાશે.જે પાંચ બોગસ પેઢીઓના બેંક સ્ટેટમેન્ટની વિગતો બેંક પાસેથી મંગાવેલી વિગતો જીએસટી વિભાગને હજુ મળી નથી.
વધુમાં જીએસટી વિભાગે જપ્ત કરેલા ડીવાઈસના ડેટા ફોરેન્સિક નિષ્ણાંતની મદદથી તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી છે.જેમાં કોલ્સ,કોન્ટેકટ,ફાઈલ્સ,મેસેજ એપ્લીકેશન,તથા અન્ય વિગતોના મોટા પ્રમાણમાં ડેટા રીકવર કરવામાં આવ્યા છે.સમગ્ર કૌભાંડમાં આરોપી સંદિપ વિરાણી સાથે ગુજરાત રાજ્ય તથા આંતર રાજ્યની કઈ કઈ વ્યક્તિની સંડોવણી છે તેની તપાસ હાથ ધરી સિન્ડીકેટની તપાસ હાથ ધરવામાં આવશે.અલબત્ત સંદિપ વિરાણી સિવાય અન્ય ભાગીદારો એક યા બીજા કારણોસર સ્ટેટ જીએસટી વિભાગની સકંજાથી દુર રહેવામાં અત્યાર સુધી સફળ રહ્યા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.સમગ્ર કૌભાંડની પાછળ બેંક કર્મચારી-અધિકારીઓની પણ ભુમિકા હોવાનું નકારી શકાય તેમ નથી.જેમણે મધ્યમવર્ગ કે શ્રમજીવી વર્ગના લોકોના ઓળખકાર્ડના આધારે બોગસ પેઢીઓના નામે બેંક ખાતા ખોલાવી કરોડો રૃપિયાના નાણાંકીય ટ્રાન્જેકશનો કર્યા હોવાની સંભાવના છ