Get The App

મજૂરનાં બાળકોને પતંગ ઉડાડવા ન દેતા કહી વેપારી પિતા- પુત્ર પર આઠ શખ્સોનો હુમલો

Updated: Jan 16th, 2025


Google NewsGoogle News
મજૂરનાં બાળકોને પતંગ ઉડાડવા ન દેતા કહી વેપારી પિતા- પુત્ર પર આઠ શખ્સોનો હુમલો 1 - image


વડીયાના દેવગામ, લાઠીના છભાડિયામાં  મારામારી

છભાડિયામાં બાળકોના પતંગ ન કાપવા કહેતા યુવાનને ચાર શખ્સોએ માર માર્યો

અમરેલી :  ઉતરાયણના તહેવારમાં પતંગના નજીવા મામલામાં અમરેલી જિલ્લામાં મારા મારીની ઘટના બની હતી.વડીયા તાલુકાના દેવગામ ખાતે પતંગ બાબતે  બે મહિલા સહિત ૮ લોકોએ વેપારી પિતા પુત્રને લોખંડની લાકડી,ધારિયા,હોકી સહિતના હથિયારો સાથે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ ઉપરાંત લાઠીના છભાડિયા ગામે નાના બાળકોની પતંગ ન કાપવા કહેતા ઉશ્કેરાયેલા ચાર શખ્સોએ યુવાનને માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

વડીયા તાલુકાના દેવગામ ખાતે પતંગ બાબતે દુકાનદાર પિતા પુત્રને ૮ એ હથિયારો સાથે આવી બેફામ માર માર્યો હતો.ે દેવગામ માં બાંભણીયા જતા રસ્તા પર વેપાર કરતા વિનુભાઈ ચકુભાઈ ચાવડાએ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી કે, મજૂરોના છોકરાઓ દુકાન સામે પતંગ ચગાવતા હતા.આ દરમિયાન જયેશ મનુભાઈ ચાવડા, ટીનો ઉર્ફ જયેશ જીણાભાઇ ચાવડા અને અજય ખીમાભાઇ ચાવડા નામના શખ્સોએ છોકરાઓને પતંગ ચગાવવા ન દેતા  એમ કહેતા આ વેપારીએ ઠપકો આપ્યો હતો.જે આ શખ્સોને સારૃ નલાગતાં  જયેશે વેપારીને  લાફો માર્યો હતો .આ ઘટનાબાદ વેપારી પોતાની દુકાન જતા રહ્યા હતા એ પછી ઉપરોક્ત ત્રણ શખ્સો દિનેશ રાજાભાઈ ચાવડા,જીણાભાઇ શંભુભાઈ ચાવડા,અજય ખીમાભાઇ ચાવડાના માતા અને રેખાબેન ગોગનભાઈ ચાવડા લાકડી,હોકી,લોખંડના ધારિયા સહિતના હથિયારો સાથે આવી વેપારીને દુકાનેથી બહાર કાઢી  હોકી,લાકડી,ધારિયાઓ સાથે હુમલો કરી આતંક મચાવી ગંભીર ઈજાઓ કરી હતી.આ બનાવમાં વેપારીના દીકરા જીતેન્દ્રને પણ માથામાં  ધોકો મારી ઈજાઓ કરી  જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જેને લઇને વેપારીએ વડીયા પોલીસ મથક ખાતે બે મહિલાઓ સહિતના ૮ લોકો વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે તપાસ નો ધમધમાટ શરૃ કર્યો હતા

લાઠી તાલુકાના છભાડીયા ગામે રહેતા દિલીપભાઈ વજુભાઈ વનાળીયા નામના ૩૫ વર્ષીય યુવકને પતંગ ચગાવતી વખતે થયેલ મનદુઃખને કારણે ૪ લોકોએ માર માર્યો હતો.આ અંગે યુવકે દામનગર પોલીસ મથક ખાતે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેના નાના બાળકો અગાસી પર પતંગ ચગાવતા હતા અને ત્યારે રોહિતભાઈ હિંમતભાઈ આસોદરા તેમજ વિજયભાઇ હિંમતભાઈ આસોદરા બંને નાના છોકરાઓની પતંગ કાપી રાડો નાખતા હતા.જેથી યુવકે નાના છોકરાઓના પતંગ કાપવાની ના પાડતા બંને લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી.આ બાબતનું મનદુઃખ રાખીને રોહિત તેમજ વિજય ,હિંમતભાઈ મગનભાઈ આસોદરા મહેશભાઈ નારણભાઈ નામના શખ્સો  યુવકના ઘર પાસે આવી તું સવારે શું બોલતો હતો તેમ કહીને લાકડી લઈને આવી યુવકને આડેધડ  ઢીકાપાટા તેમજ મૂઢમાર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.


Google NewsGoogle News