Get The App

આંગણવાડીમાં 10,000ની મોટી ભરતી, કાર્યકર-તેડાગરની જગ્યા માટે આવી રીતે કરી શકાશે અરજી

Updated: Nov 8th, 2023


Google NewsGoogle News
આંગણવાડીમાં 10,000ની મોટી ભરતી, કાર્યકર-તેડાગરની જગ્યા માટે આવી રીતે કરી શકાશે અરજી 1 - image


Gujarat Anganwadi Bharti 2023: મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંકલિત બાળ વિકાસ સેવા (ICDS) આંગણવાડીમાં 10,000 કરતા વધુ ભરતી આવી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ બે વિભાગ કામ કરે છે. એક WCD (Woman and Child Development Department) અને બીજો ICDS (Integrated Child Development Services) છે. 

WCD વિધવા સહાય યોજના, વ્હાલી દીકરી યોજના, સુરક્ષા, મહિલા સશક્તિકરણની યોજનાઓ ચલાવે છે. જયારે ICDS બાળકોના સ્વાસ્થ્ય પૂર્ણા યોજના, આંગણવાડીઓ અને શિક્ષણલક્ષી કામગીરી કરે છે. 

નોકરીની વિગતો

ICDS શાખા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની માનદવેતનથી નિમણૂક કરવાની થતી હાલની ખાલી જગ્યાઓ તથા સંભવિત ખાલી જગ્યાઓ પર ભરતી મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા કરવામાં આવશે.

કુલ જગ્યાઓ 

આંગણવાડી કાર્યકર- 3421

આંગણવાડી તેડાગર- 7079

District NameAnganwadi WorkerAnganwadi HelperTotal Posts
Rajkot Urban255075
Patan95244339
Junagadh182341
Navsari95118213
Rajkot137224361
Botad3971110
Bhavnagar Urban304272
Amreli117213330
Surendranagar99144243
Vadodara Urban266288
Devbhumi Dwarka82158240
Narmada55111166
Nadiad113142255
Surat Urban41118159
Bharuch102177279
Tapi43111154
Morbi106184290
Jamnagar Urban224264
Arvalli79103182
Gandhinagar6397160
Gandhinagar Urban122032
Porbandar336093
Bhavnagar120253373
Panchmahal98309407
Mahisagar57156213
Gir Somnath5679135
Jamnagar71184255
Dang24+01 (Mini)3661
Chhota Udepur51286337
Surat100231331
Banaskantha131634765
Dahod130342472
Ahmedabad127160287
Mehsana139212351
Valsad97307404
Kachh-Bhuj252+01 (Mini)394647
Ahmedabad Urban140343483
Junagadh84125209
Sabarkantha101129230
Anand122160282
Vadodara87225312
Total3421707910500


અરજી ચાલુ થવાની તારીખ- 08/11/2023

અરજી કરવાની છેલ્લી તારીખ- 30/11/2023 રાત્રે 12.00 કલાક સુધી

શૈક્ષણિક લાયકાત

ધો. 10 અને 12 પાસ. શૈક્ષણિક લાયકાતની વિગતો માટે નોટિફિકેશન વાંચવી આવશ્યક છે.

ઉંમર મર્યાદા- 18 વર્ષથી 33 વર્ષ વચ્ચે

પગારધોરણ 

આંગણવાડી કાર્યકર- Rs. 7800

આંગણવાડી તેડાગર- Rs. 3950

મીની આંગણવાડી કાર્યકર- Rs. 4400

કેવી રીતે અરજી કરવી?

ઓનલાઇન અરજી જ કરી શકાશે. આ માટે લાયક ઉમેદવારો વિગતવાર જાહેરાતમાં ઉલ્લેખિત સત્તાવાર વેબસાઇટ https://e-hrms.gujarat.gov.in દ્વારા અરજી કરી શકાય છે. 

ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું?

- જેમાં eHRMS GUJARAT પોર્ટલ ખોલ્યા બાદ 'Recruitmemt' પર ક્લિક કરીને 'Apply' પર ક્લિક કરો

- એટલે આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાતની વિગતો આવશે

- તેમાં જીલ્લો સિલેક્ટ કરીને તેની સામે આપેલા 'Apply' પર ક્લિક કરવાનું રહેશે

- શરતો અને ઓનલાઈન ફોર્મ ભરવા માટેની વિગતો આવશે તે ધ્યાનપૂર્વક વાંચીને 'I Agree' બટન પર ક્લિક કરવું

- I Agree પર કિલક કરવાથી નવું રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે. જેમાં જિલ્લો,તાલુકો અને ગામની વિગતો ભરવાની રહેશે

- આ ઉપરાંત ઉમેદવારે પોતાનું નામ ગુજરાતીમાં અને અંગ્રેજીમાં,જાતિ, જગ્યાનો પ્રકાર તથા મોબાઈલ નંબર નાખીને 'Send OTP' પર ક્લિક કરવાનું રહેશે

- OTP આપીને 'Submit & Next' બટન પર ક્લિક કરવાનું રહેશે

- એટલે પસંદ કરેલા જિલ્લા માટે એક ઓનલાઈન ફોર્મ ખુલશે, તેમાં ઉમેદવારની માહિતી ભરવાની રહેશે

- માહિતી  ધોરણ-10 ની માર્કશીટ પ્રમાણે નામ, જન્મતારીખ, વૈવાહિક સ્થિતિ, જાતિ, સરનામું વગેરે આપવાની રહેશે 

- ત્યારબાદ ડિકલેરેશન પર tik કરીને 'Save & Next' પર ક્લિક કરવાનું રહેશે

- શૈક્ષણિક લાયકાતમાં ધોરણ-10, ધોરણ-12, સ્નાતક અને અનુસ્નાતક વગેરેની માહિતી આપવાની રહેશે 

- ત્યારબાદ ઓનલાઈન ફોર્મમાં Self Declarationનો નમૂનો, ઓળખાણનો પુરાવો, જન્મનો દાખલો, આધારકાર્ડ, મામલતદારશ્રીનું પ્રમાણપત્ર, માર્કશીટ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે

- અંતે Draft Application,  Confirm & Submit બટન પર ક્લિક કરવાનું રહેશે

- અરજી કન્ફર્મ કર્યા બાદ તેના એપ્લીકેશન નંબર અને કન્ફર્મેશન નંબર રચ્વીને રાખવા જરૂરી છે 

આંગણવાડીમાં 10,000ની મોટી ભરતી, કાર્યકર-તેડાગરની જગ્યા માટે આવી રીતે કરી શકાશે અરજી 2 - image


Google NewsGoogle News