સજ્જુ કોઠારી અને કુંટુબીઓની રૃા.4.21 કરોડની 31 મિલકત ઇડીએ ટાંચમાં લીધી
સુરત પોલીસની છ FIRના આધારે ઈડીએ તપાસ હાથ ધરી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટની જોગવાઈ હેઠળ કાર્યવાહી કરી
કુખ્યાત ગેંગના લીડર સહિતના સાગરિતો ગુજસીટોક હેઠળ જેલમાં છે
સુરત
સુરત પોલીસની છ FIRના આધારે ઈડીએ તપાસ હાથ ધરી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટની જોગવાઈ હેઠળ કાર્યવાહી કરી
સુરતના
નાનપુરા જમરૃખગલીના કુખ્યાત એવા સજ્જુ કોઠારી તથા તેના પરિવારજનોના નામે કુલ રૃ.4.21 કરોડની કિંમતની કુલ
31 જેટલી સ્થાવર મિલકતોને ડીરેકટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (ઈડી)એ
પ્રોવિઝનલ ટાંચમાં લઈ વધુ તપાસ હાથ જારી રાખી છે.
સુરત પોલીસ દ્વારા નાનપુરા જમરૃખગલીના કુખ્યાત ગણાતા સાજીદ ઉર્ફે સજ્જુ ગુલામ મહમદ કોઠારી સહિત અન્ય સાગરિતો વિરુધ્ધ ખંડણી,હત્યા,અપહરણ,રાયોટીંગ,લુંટ,બિન અધિકૃત્ત નાણાંકીય ધિરાણ,જુગાર તથા મિલકતોને નુકશાન પહોંચાડવા સહિતના સંખ્યાબંધ ગુનાની ફરિયાદ નોંધવામાં આવી છે.સુરત ક્રાઈમબ્રાંચે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સિન્ડેકેટ ના ગેંગલીડર સજ્જુ કોઠારી સહિત તેના સાગરિતો વિરુધ્ધ ગુજસીટોક એક્ટના ભંગનો ગુનો નોંધીને જેલભેગા કર્યા હતા.
હાલમાં સુરત ક્રાઈમ બ્રાંચના ગુજસીટોક એક્ટના ભંગના ગુનામાં પોરબંદર જેલમાં કેદ આરોપી સજ્જુ કોઠારી જેલવાસ ભોગવે છે.સજ્જુ કોઠારી વિરુધ્ધ સુરત પોલીસમાં નોંધાયેલા વિવિધ ગુનાની છ જેટલી એફઆઈઆરના આધારે એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટ દ્વારા પ્રારંભિક તપાસ હાથ ધરવામાં આવી હતી.
જે દરમિયાન ઈડીની તપાસમાં ખુલવા પામ્યું છે કે સજ્જુ કોઠારીએ અપહરણ,ગેરકાયદે અટકાયત, રાયોટીંગ,લુંટ,ગેરકાયદે ધિરાણ સહિત વિવિધ ગુના આચરીને કુલ 4.29 કરોડની સ્થાવર મિલકતોનું સર્જન કર્યું હતુ.જેથી ઈડીએ સજ્જુ કોઠારી,અલ્લારખ્ખા ગુલામ મુસ્તુફા શેખ (રે.કેજીએન કોમ્પ્લેક્ષ,ખંડેરાવપુરા,નાનપુરા) તથા તેના પરિવારજનોના નામે મેળવેલી કુલ 31 જેટલી અસ્થાયી મિલકતોને પીએમએલએ-૨૦૦૨ હેઠળ પ્રોવિઝનલ એટેચ્ડ કરી છે.ઈડી દ્વારા સજ્જુ કોઠારી સહિત અન્ય સાગરિતો વિરુધ્ધની તપાસ જારી રાખવામાં આવી છે.