Get The App

કંપનીઓમાં ગાડી ભાડે મુકવાના બહાને ઇકો ગાડીઓ પડાવી લેતી ટોળકી

Updated: Dec 28th, 2021


Google News
Google News
કંપનીઓમાં ગાડી ભાડે મુકવાના બહાને ઇકો ગાડીઓ પડાવી લેતી ટોળકી 1 - image


વડોદરા તા.28 

કંપનીઓમાં ઇકો ગાડી ભાડે મૂકવાનું કહી ગાડીના માલિકો સાથે છેતરપિંડી કરતી ટોળકીના ત્રણ સભ્યો સામે પોલીસે ફરિયાદ નોંધી છે. વાઘોડિયા તાલુકાના ગોરજ ગામે રહેતા અરવિંદ ગોરધનભાઈ વસાવાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે વાઘોડિયામાં રહેતા જુનેદ ખત્રી સાથે મારી ઓળખાણ થઈ હતી. તેણે મારી ઈકો ગાડી કંપનીમાં સારું ભાડું મળશે તેમ કહી લીધી હતી અને આ અંગે નોટરી રૂબરૂ સોગંદનામું પણ કરાવ્યું હતું ભાડાની એક માસની રકમ રૂ 17000 નક્કી થઈ હતી એક મહિનો ભાડાની રકમ આપ્યા બાદ ભાડાની રકમ પણ આપી ન હતી અને ગાડી પણ પરત નહીં કરતા છ મહિના બાદ આખરે જુનેદ ખત્રી, વિરલ પટેલ અને દેવેન્દ્ર નામના ભેજાબાજો સામે ફરિયાદ નોંધાવી છે. આ ટોળકીએ વાઘોડિયામાં રહેતા ઇકબાલ મન્સુરીની ઇકો ગાડી લઈને પરત કરી નથી અને તેઓની સાથે પણ ઠગાઈ કરી હોવાનું બહાર આવ્યું છે.

Tags :
Eco-CarGrabbing-GangPretextRenting-CarsCompanies

Google News
Google News