Get The App

1 વર્ષનુ 'કેલેન્ડર'(તારીખિયુ) મોઢે યાદ રાખવાની સહેલી રીત

Updated: Jan 4th, 2024


Google NewsGoogle News
1 વર્ષનુ 'કેલેન્ડર'(તારીખિયુ) મોઢે યાદ રાખવાની સહેલી રીત 1 - image


સાબરકાંઠાના પિતા- પુત્રી 200 વર્ષોના તારીખોના વાર મોઢે કહી શકે છે : સંક્ષિપ્ત કેલેન્ડર બનાવવાનો અને યાદ રાખવાનો વિચાર

ભુજ, : ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના બડોલી ગામના વતની અને સાબરકાંઠા ખેડબ્રહ્મા તાલુકાની બાવળકાંઠીયા પ્રાથમિક શાળામા મદદનિશ શિક્ષક તરીકે સેવા બજાવતા બેચરદાસ રામજીભાઇ પ્રજાપતિ અને કલાર્ક તરીકે સેવા બજાવતી તેમની દીકરી હેલી પ્રજાપતિ તથા તેમનુ હેલી કેલેન્ડર પરિવાર છેલ્લા 15 વર્ષોથી વિદ્યાર્થીઓ, શિક્ષકો, શૈક્ષણિક સંસ્થાઓ અને સર્વે સમાજને દર વર્ષે ડિસેમ્બર માસમા એક વર્ષનું કેલેન્ડર યાદ રાખતા શિખવે છે. તેમને આ વર્ષે ઇ.સ. 2024નું એક સંક્ષિપ્ત'હેલી કેલેન્ડર'બનાવ્યુ છે, જેના અંદર દિકરી હેલીનુ નામ સમાયેલુ છે. ઇ.સ. 2009થી સમગ્ર ગુજરાત રાજ્યમા કેલેન્ડર યાદ રાખવાની સહેલી રીત બાપ બેટી શીખવે છે. આ પિતા-પુત્રી બન્ને  ઇ.સ. 1901 થી ઇ.સ. 2100 સુધીના 200 વર્ષોના તારીખોનો વાર મોઢે કહી શકે છે. તેમના પરિવારમા હેલીના મમ્મી લલિતાબેન અને ભાઇ કુશને પણ એક વર્ષનું  કેલેન્ડર મોઢે છ શિક્ષક બી.આર.પ્રજાપતિ કહે છે કે મારા સ્વર્ગસ્થ પિતા રામજીભાઇ છગનભાઇ પ્રજાપતિ પાસેથી 50 વર્ષના કેલેન્ડરનો ઇતિહાસ જાણવા મળ્યો અને સંક્ષિપ્ત કેલેન્ડર બનાવવાની રીત જાણવા મળી. મારી દીકરી હેલી જ્યારે ધોરણ 5માં કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના મમુઆરા ગામની પરાથમિક શાળામા અભ્યાસ કરતી હતી ત્યારે તેણીને ઇ.સ. 2009નુ એક વર્ષનું કેલેન્ડર મે યાદ રાખતા શિખવ્યુ અને તેણીને યાદ રહી ગયુ. ત્યારથી દર વર્ષેબાળકો, શિક્ષકો અને સમાજને આવનારા નવા વર્ષનું  કેલેન્ડર સહેલી રીતે યાદ રહી શકે તેવી પધ્ધતિ  ડિસેમ્બર માસમા શિખવુ છુ.શૈક્ષણિક, સામાજિક,સાંસ્કૃતિક, રમતગમત, તાલીમ, બેઠકો, વિજ્ઞાાનમેળા, સોશિયલ મીડીયા, ટી.વી ચેનલ, એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ, બાયસેગ, શૈક્ષણિક ટેકનોલોજી ભવન વગેરે કાર્યક્રમોમાં કેલેન્ડર શિખવાડુ છુ. આ ઇ. સ. 2024 લિપ વર્ષ હોવાથી 2024 માં કુલ દિવસો 366 છે. ઇ.સ. 2024 નો સમયગાળો તા-1-1-2024 સોમવાર થી તા- 31-12-2024 મંગળવાર સુધીનો છે. આ  વર્ષેસોમવાર અને મંગળવારની કુલ સંખ્યા 53-53 અને બાકીના 5 વારની કુલ સંખ્યા 52- 52 છે.    

ઇ. સ. વર્ષ 2024નુ કેલેન્ડર યાદ રાખવાની સહેલી રીત

સૌ પ્રથમ ઇ.સ. 2024  ના દરેક માસની પહેલી તારીખનો વાર યાદ રાખવો. ત્યાર બાદ દરેક માસમા પહેલી તારીખે જે વાર હશે તે જ વાર 1, 8, 15, 22અને  29 તારીખે સમાન વાર હશે. જેમકે જાન્યુઆરીની પહેલી તારીખે સોમવાર છે. તો  1, 8, 15, 22 અને 29 તારીખે પણ સોમવાર છે. ધારો કે જાન્યુઆરીની 2 તારીખનો વાર જાણવો છે, તો જાન્યુઆરીની 1તારીખે સોમવાર છે, તો 2 તારીખે મંગળવાર છે. જાન્યુઆરીની 7 તારીખનો વાર જાણવો છે, તો  8 તારીખે સોમવાર છે, તો  7 તારીખે રવિવાર છે. જાન્યુઆરીની 17 તારીખનો વાર જાણવો છે, તો 15 તારીખે સોમવાર છે, તો 16 નાં મંગળવાર અને 17 નાં બુધવાર છે. 26 જાન્યુઆરીનો વાર જાણવો છે તો 29 ના સોમવાર, 28 ના રવિવાર, 27ના શનિવાર અને 26 તારીખે શુક્રવાર છે. 31 જાન્યુઆરીનો વાર જાણવો છે, તો 29 નાં સોમ, 30 નાં મંગળ અને 31 નાં બુધ છે. કોઇપણ તારીખોના વાર જાણવા માટે બે-ત્રણ તારીખોના આગળ પાછળના વાર જાણવાથી વાર યાદ રહી શકશે. આવી રીતે બાર માસની તમામ 366  તારીખોનો વાર જાણી શકીએ છીએ. આપણે 366  દિવસોના બદલે બાર માસની પહેલી તારીખોના 12 વાર યાદ રાખવા પડશે. સમાજ અને શૈક્ષણિક સંસ્થાઓ રોજબરોજના તારીખ અને વાર જોવા અને જાણવા માટે આ 'હેલી કેલેન્ડર' નો ઉપયોગ કરી શકે છે.


Google NewsGoogle News