Get The App

પૂર્વ કચ્છ ખાણ ખનીજ વિભાગનો સપાટો- એક સાથે 3 દરોડા પાડયા

Updated: Dec 18th, 2024


Google NewsGoogle News
પૂર્વ કચ્છ ખાણ ખનીજ વિભાગનો સપાટો- એક સાથે 3 દરોડા પાડયા 1 - image


૪ ડમ્પર સહિત કુલ ૧.૩૦ કરોડનો મુદ્દામાલ કબ્જે કરાયો 

ગાંધીધામ: પૂર્વ કચ્છ ખાણ ખનીજ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક સમયથી કરવામાં આવી રહેલી કામગીરીના કારણે ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે હવે એ સાથે ૩ સ્થળોએ ફરી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં મુન્દ્રાના દેશલપર, કંડલા પોર્ટ વિસ્તાર ઉપરાંત લાકડિયા વિસ્તારમાથી ગેરકાયદેસર ખનીજ ઉત્ખનનનો પદાર્ફાશ કરવામા અવ્યો છે.

આ બાબતે પૂર્વ કચ્છ ખાણખનિજ વિભાગના ભૂસ્તરશાી નરેન્દ્ર પટેલે માહિતી આપતા જણાવ્યુ હતું કે, ગત રોજ રાત્રીના આકસ્મિક તપાસ દરમ્યાન કંડલા પોર્ટ રોડ પરથી મોરમ ખનીજનું બિન અધિકૃત વહન બદલ બે ડમ્પર જપ્ત કરવામા આવ્યા છે. આ ઉપરાંત દીવસના ચેકીંગ દરમ્યાન રાપર તાલુકાના લાકડીયા પાસેથી એક ડમ્પર બિન અધિકૃત રીતે સાદી રેતી ખનિજ વહનમા અને મુન્દ્રા તાલુકાના દેશલપર રોડ પાસેથી એક ડમ્પર બિન અધિકૃત સાદી રેતી ખનિજ વહન કરતા પકડી પાડવામા આવ્યા છે. એક જ દીવસમાં જુદા જુદા વિસ્તારમાં દરોડો પાડી અને ૧ કરોડ ૩૦ લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ કચ્છ ખાણ ખનીજ વિભાગ દ્વારા બિનઅધિકૃત ખનિજ ખનન, વહન ન થાય તે માટે સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે અને દરોડા પણ પાડવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે બે- ત્રણ દીવસોમાં જ છ ડમ્પર અને બે મશીન જપ્ત કરવામાં આવ્યા છે. પૂર્વ કચ્છ ખાણ ખનીજ વિભાગની ટુકડીની આ કડક કાર્યવાહીના પગલે ખનીજ ચોરોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ત્યારે હજુ પણ કડક કામગીરી કરી પૂર્વ કચ્છમાં સંપૂર્ણ રીતે ખનીજ ચોરી બંધ કરાવી નાખવાના પૂરતા પ્રયત્નો કરવામાં આવશે તેવો દાવો પણ કરવામાં આવ્યો છે. 


Google NewsGoogle News