ગીર સોમનાથના તાલાલા-ગીર પંથકમાં ભૂકંપનો આંચકો, લોકો ઘરની બહાર દોડી આવ્યા
Earthquake in Gir Somnath: ગીર સોમનાથના તાલાલા-ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. તાલાલા-ગીરના ગ્રામ્ય વિસ્તાર ધાવા, સુરવા, માધુપર, જાંબુર અને આંકોલવાડી સહિતના પંથકમાં ધરા ધ્રૂજી છે. સામાન્ય ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે, કોઈ જાનહાનિના સમાચાર નથી.