ગુજરાતના બનાસકાંઠા અને રાજસ્થાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા, કોઈ જાનહાનિના સમાચાર નહીં
Earthquake In Banskantha : રાજ્યમાં બનાસકાંઠા જિલ્લામાં 3.8ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા. જેનું કેન્દ્રબિંદુ પાલનપુર શહેરથી 34 કિલોમીટર દૂર નોંધાયું હતું. બનાસકાંઠા જિલ્લામાં આજે ગુરુવાર સાંજે 5:28 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકાને કારણે દાંતીવાડા, ઇકબાલગઢ અને આસપાસના વિસ્તારોમાં લોકોમાં ગભરાટ ફેલાયો. જ્યારે રાજસ્થાનમાં પણ ભૂકંપ આવ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે.
બનાસકાંઠામાં 3.8 તીવ્રતાનો ભૂકંપ
બનાસકાંઠા જિલ્લામાં આજે ગુરુવારની સાંજે જિલ્લામાં 3.8ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો હતો. આ ઘટનામાં કોઈ પ્રકાર મોટી જાનહાનિ ન થઈ હોવાનું સામે આવ્યું છે.
રાજસ્થાનમાં ભૂકંપના આંચકા
રાજસ્થાનના સિરોહી જિલ્લામાં લોકોને હળવા ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ઘટના બાદ લોકો ઘરોથી બહાર આવી ગયા છે. સોશિયલ મીડિયામાં ચોતરફ લોકો ભૂકંપના આંચકાની વાત કરતા નજરે પડી રહ્યા છે. જો કે, આ ઘટનાને લઈને કોઈપણ પ્રકારની જાનહાનિના સમાચાર મળ્યા નથી.