Get The App

સુરત જિલ્લામાં 50.32 લાખ રેશનકાર્ડ પૈકી 38.13 લોકોનું ઇ-કેવાયસી બાકી

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
સુરત જિલ્લામાં 50.32 લાખ રેશનકાર્ડ પૈકી 38.13 લોકોનું ઇ-કેવાયસી બાકી 1 - image



- 12.18 લાખ લોકોનું ઇ-કેવાયસી પુર્ણ થયું  છેઃ હાલમાં તમામ ઝોન કચેરીમાં લાઇનો શરૃ થઇ છે ત્યારે સર્વરના ધાંધીયાની ફરિયાદો

                સુરત

રેશનકાર્ડમાં ઇ-કેવાયસી કરવાની ચાલી રહેલી કામગીરીમાં પડી રહેલી મુશ્કેલીઓની ઉઠેલી ફરિયાદો વચ્ચે અત્યાર સુધીમાં ૫૦.૩૨ લાખમાંથી અત્યાર સુધીમાં ૧૨.૧૮ લાખ રેશનકાર્ડ ધારકોએ ઇ-કેવાયસી પૂર્ણ કર્યુ છે. અને હજુ પણ ૩૮.૧૩ લાખ રેશનકાર્ડ ધારકોનું બાકી હોવાથી હાલમાં પુરવઠાની ઝોનલ કચેરીમાં લાઇનો જોવા મળતા ફરિયાદો પણ ફરિયાદો થઇ રહી છે.

રાજય સરકારે રેશનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરીને ઇ-કેવાયસી ફરજિયાત કરી દેવાયુ છે. ઇ-કેવાયસીના કારણે સરકારી યોજનાનો લાભ મળતો હોવાથી હાલમાં વેકેશન પૂર્ણ થવાની સાથે જ સુરત શહેરની તમામ પુરવઠા ઝોન કચેરીમાં રેશનકાર્ડ ધારકોની ઇ-કેવાયસી માટે લાઇનો શરૃ થઇ છે. આ લાઇનો વચ્ચે રેશનકાર્ડ ધારકોમાંથી ફરિયાદો ઉઠી છે કે પુરવઠા ઝોનલ કચેરીમાં સર્વરના ધાંધિયાના કારણે કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે. હજારો લોકો પોતાનું રોજિંદુ કામકાજ છોડીને પુરવઠાની કચેરીની બહાર લાઇનો લગાવે છે. આથી આ કામગીરીનું તમામ સસ્તા અનાજની દુકાનો ખાતેથી થાય તો ઝડપથી થાય અને રેશનકાર્ડ ધારકોને સમય પણ બચી શકશે.

આવી ફરિયાદો વચ્ચે સુરત શહેર અને જિલ્લામાં નોંધાયેલા કુલ ૫૦,૩૨,૪૪૨ રેશનકાર્ડ ધારકોમાંથી અત્યાર સુધીમાં ૧૨,૧૮,૮૪૦ રેશનકાર્ડ ધારકોએ ઇ-કેવાયી કમ્પલીટ કરતા ૨૪.૨૨ ટકા કામગીરી સાથે સુરત જિલ્લો રાજયમાં ત્રીજા ક્રમે છે. જયારે હજુ પણ ૩૮,૧૩,૬૦૨ રેશનકાર્ડ ધારકોનું કે-વાયસી બાકી હોવાથી દરરોજ ઝોનલ કચેરી પણ લાઇનો જોવા મળી રહી છે.

સુરતમાં 60 ટકા રેશનકાર્ડ ધારકોએ એપ્લીકેશનથી ઇ-કેવાયસી કર્યુ

રાજય સરકારે રેશનકાર્ડમાં ઇ-કેવાયસી ફરજિયાત કર્યા બાદ લોકોને સરળતા રહે તે માટે માય રેશનકાર્ડ એપમાં પણ જઇ કેવાયસી અપડેટ કરી શકાય તેવી સુવિધાઓ આપવામાં આવી છે. આ એપના આંકડા જોતા સુરત જિલ્લામાં કુલ ૧૨.૧૮ લાખ રેશનકાર્ડ ધારકોએ ઇ-કેવાયસી કરાવ્યુ છે. જેમાંથી ૭.૦૩ લાખ રેશનકાર્ડ ધારકોએ પુરવઠા ઝોન કચેરી જઇને ધક્કા ખાવા કરતા ઘરબેઠા જ માય રેશનકાર્ડ એપના માધ્યમથી ઇ-કેવાયસી પૂર્ણ કર્યુ છે. આ આંકડો રાજયમાં આ એપ દ્વારા સૌથી વધુ સુરતના લોકોએ એપ પર ઇ-કેવાયસી કર્યુ છે. આમ સુરતના રેશનકાર્ડ ધારકો ઓનલાઇન સેવાનો ઉપયોગ કરી રહ્યા છે.


Google NewsGoogle News