દ્વારકામાં ટ્રક અને કાર સર્જાયો ગોઝારો અકસ્માત, એક વ્યક્તિનું ઘટના સ્થળે કરૂણ મોત, 3 ઈજાગ્રસ્ત
Dwarka Accident: ગુજરાતના દ્વારકામાંથી અકસ્માતના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. દ્વારકાના ભીમરાણા નજીક પુલ પાસે ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે અને ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં છે.
આ પણ વાંચોઃ ભુજના કંઢેરાઈ ગામે બોરવેલમાં ફસાયેલી યુવતીએ લીધા અંતિમ શ્વાસ, મૃતદેહ બોરવેલમાં ફૂલી ગયો
શું હતી સમગ્ર ઘટના?
મંગળવારે (7 જાન્યુઆરી) ભીમરાણા નજીક પુલ પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અક્સ્માતમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે 108ના માધ્યમે નજીકની ટાટા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. સમગ્ર મામલે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, હજુ સુધી મૃતકની ઓળખ વિશે માહિતી સામે આવી નથી.