દ્વારકા જગત મંદિરે અંબાજી અને સોમનાથની જેમ ઈલેક્ટ્રીક ઉપકરણોથી ધ્વજારોહણ કરવા વિચારણા
હાલ અંબાજી અને સોમનાથ મંદિરે ઈલેક્ટ્રીક ઉપકરણોથી ધ્વજારોહણ કરવામાં આવે છે
રાજ્ય સકરાર દ્વારા નિર્માણાધીન કોરિડોરના વિકાસને ખાસ પ્રાધાન્યતા આપવાનું કલેક્ટરે જણાવ્યું
Image : Gujarat tourism |
દેવભૂમિ દ્વારકાના જગત મંદિરના શિખર પર હવે અંબાજી અને સોમનાથની જેમ ઈલેક્ટ્રીક ઉપકરણોથી ધ્વજારોહણ કરવાની વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. દ્વારકાના જિલ્લાના નવ નિયુક્ત ક્લેકટર અને દેવસ્થાન સમિતિના વહીવટદાર આજે દ્વારકા દર્શનાર્થે આવ્યા હતા. દ્વારકાધીશના દર્શન કર્યા બાદ તેઓ શુભેચ્છકોને મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે અંબાજી અને સોમનાથ મંદિરની જેમ દ્વારકામાં પણ ઈલેક્ટ્રીક ઉપકરણોના મદદથી ધ્વજારોહણનો વિચાર રજૂ કર્યો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના નવ નિયુક્ત ક્લેક્ટર અશોક શર્માએ દ્વારકાધીશના દર્શન કર્યા બાદ જણાવ્યુ હતું કે દ્વારકાધીશજીના મંદિરમાં ધ્વજારોહણનું ખૂબ મહત્વ હોય છે અને ઘણીવાર ધ્વજારોહણ દરમિયાન અનેક અકસ્માતોના બનાવ બન્યા છે ત્યારે આ અકસ્માતને નિવારવા સલામતી માટે આવનાર નજીકના સમયમાં જ દ્વારકા મંદિર ઉપર ધ્વજારોહણ ઈલેક્ટ્રીક ઉપકરણોથી થાય તે માટે વિચારણ કરવામાં આવી હતી.
રાજ્યમાં હાલ અંબાજી અને સોમનાથ મંદિરે ઈલેક્ટ્રીક ઉપકરણોથી ધ્વજારોહણ કરવામાં આવી રહ્યુ છે. આ ઉપરાંત વિકાસના ભાગરુપે રાજ્ય સકરાર દ્વારા નિર્માણાધીન કોરિડોરના વિકાસને ખાસ પ્રાધાન્યતા આપવાનું કલેક્ટરે જણાવ્યું હતું અને મંદિર પરિસર તેમજ શહેરની સ્વચ્છતા ઉપર પણ ભાર મુક્યો હતો અને આ અંગે પાલિકાને કેટલાક સૂચનો પણ આપ્યા હતા.