Get The App

રાજ્યમાં ભારે વરસાદ વચ્ચે દ્વારકા-ડાકોર-શામળાજીમાં કાળિયા ઠાકરના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

Updated: Aug 26th, 2024


Google NewsGoogle News
Krishna Janmashtami


Dwarka, Dakor, Shamlaji Darshan Of Kaliya Thakar : રાજ્યભરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેવામાં શ્રીકૃષ્ણ જન્મોત્સવને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે દ્વારકા ડાકોર શામળાજી મંદિર ખાતે ભક્તો કાળિયા ઠાકરના દર્શન કરવા માટે આતૂર બન્યાં છે. બીજી તરફ, દર્શનાર્થીઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને તંત્રએ સચોટ આયોજન કરવામાં આવ્યું છે. શામળાજી, ડાકોર, દ્વારકા ખાતે તંત્રની ખાસ વ્યવસ્થા

શ્રીકૃષ્ણના 5251માં જન્મોત્સવની ગુજરાતભરમાં પરંપરાગત રીત ઊજવણી કરવામાં આવી રહી છે, ત્યારે શામળાજી, ડાકોર, દ્વારકા ખાતે શ્રીકૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ ગયા છે. બીજી તરફ, કૃષ્ણજન્મોત્સવમાં ગણતરીનો સમય બાકી છે, તેવામાં દેશભરમાંથી કાળિયા ઠાકરના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં આવતા દર્શનાર્થીઓને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તેમની સલામતી સાથે-સાથે યોગ્ય સુવિધા પૂરી પાડવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જન્માષ્ઠમીના તહેવારે રાજ્યના દ્વારકા, શામળાજી અને ડાકોર મંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું છે.


આ પણ વાંચો : રાજ્યભરમાં ધોધમાર વરસાદ, આવતીકાલે આ 13 જિલ્લામાં રેડ એલર્ટ, હજુ ભારે વરસાદની આગાહી


શામળાજી ખાતે ભગવાનનો શણગાર કરવામાં આવ્યો

શ્રીકૃષ્ણ જન્મોત્સવ દરમિયાન શામળાજી ખાતે ભગવાનને શંખ, ચક્ર, ગદા, પદ્મથી, સોના વેશ સહિત સોનાની વનમાલા પહેરાવીને શણગારવામાં આવ્યાં છે. જેમાં હીરાજડિત મુગટના અનોખા શણગારની સાથે ખાસ કારીગરો દ્વારા વાઘાનો શણગાર બનાવવામાં આવ્યો છે. બીજી તરફ, શામળાજીમાં યુવક મંડળ દ્વારા મંદિર પરિસરમાં મટકી ફોડ કાર્યક્રમ પછી ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. જ્યારે શામળાજીમાં ભગવાન શામળિયાની શોભાયાત્રા નીકળી આવી હતી. વરસાદ વચ્ચે ડાકોરમાં દર્શનાર્થીઓની ભીડ

ડાકોર ખાતે રાજાધિરાજના વહેલી સવારે 4:45 કલાકે દર્શન ખુલ્લા કરતાની સાથએ શ્રદ્ધાળુ દ્વારા 'જય રણછોડ માખણ ચોર'ના નારા બોલાવતા આખું મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું હતું. બીજી તરફ, રાજ્યભરમાં ભારે વરસાદ વચ્ચે શ્રીકૃષ્ણના દર્શન કરવા માટે દર્શનાર્થીઓની ભીડ ઉમટી હતી. આ દરમિયાન ડાકોરના ગોટા ખાવા લોકોની પડાપડી જોવા મળી હતી. આ ઉપરાંત, શ્રદ્ધાળુઓ ગોમતી ઘાટની મજા માણી હતી.


રાજ્યમાં ભારે વરસાદ વચ્ચે દ્વારકા-ડાકોર-શામળાજીમાં કાળિયા ઠાકરના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું 2 - image


Google NewsGoogle News