ધૂળ ધુમાડો એલર્જી ફૂગ અને દૂષિત રજકણો અસ્થમાના મુખ્ય જવાબદાર પરિબળો

Updated: May 6th, 2024


Google NewsGoogle News
ધૂળ ધુમાડો એલર્જી ફૂગ અને દૂષિત રજકણો અસ્થમાના મુખ્ય જવાબદાર પરિબળો 1 - image


વિશ્વ અસ્થમા ડેઃ મે માસ પ્રથમ મંગળવાર  પલ્મોનોલોજિસ્ટના મતે સર્તકતા જ દમનો શ્રેષ્ઠ બચાવ

ભુજ, : વિશ્વ આરોગ્ય સંસ્થાએ અસ્થમા દિવસની ઉજવણી માટે જાગૃતિ અને સશકિતકરણનો સંદેશ દુનિયાને આપ્યો છે કે જો કોઈને દમનો વ્યાધિ હોય તો જાગૃત  રહેવું.સામાન્ય રીતે આ રોગના દર્દીઓને ઇન્હેલર  અને દવાઓ આપવામાં આવે છે,પણ કોને ક્યારે અને કેટલી માત્રાનો ઉપયોગ કરવો એ જાણવું જરૂરી છે.અને તે પણ જાણવું જોઈએ કે જો કોઈને દમના લક્ષણ દેખાય તો તેની તપાસ કરાવી લેવી આવશ્યક છે. અસ્થમાના સમાન્ય લક્ષણ જેમકે શ્વાસ લેતી વખતે અવાજ આવવો અને ઉધરસ મુખ્ય છે. જો આવું જણાય તો પલ્મોનરી  ફંક્ષન ટેસ્ટ(પી. એફ.ટી.)કરાવી લેવો અને તેના આધારે તબીબો દવા આપે છે.જો પરિવારમાં કોઈને દમ થયો હોય તો પણ પરરિક્ષણ તો કરાવી જ લેવું.એમ પલ્મોનોેલોજી વિભાગના  ડો.કહ્યું હતું.  ફૂગનો ચેપ હોય તો જી.કે. માં તેની ચકાસણી કરી (સ્કિન પ્રિંક ટેસ્ટ) સારવાર આપવામાં આવે છે એમ ડો. ફોરમ રૂપારેલ અને ડો. અંકિત પટેલે જણાવ્યુ હતું.

સાવધાની અંગે તબીબોએ કહ્યું કે,પરિવારમાં કોઈ ધૂમ્ર્રપાન કરતા હોય તો સાવધાની રાખવી, પાલતુ જાનવર અને પક્ષીઓની એલર્જીહોય તો તેનાથી દૂર રહેવું,વાયરસના વાયરા હોય તો માસ્ક પહેરીને બહાર નીકળવાનું.૬૫ વર્ષથી  મોટી ઉમરની વ્યક્તિએ બેક્ટેરિયલ ન્યૂમોનિયા રસી અચૂક લેવી.ફ્લૂ વેક્સિન દરેકે અવશ્ય લગાવી લેવી જે હાઈ રિસ્કમાં જરૂરી છે. પ્રદુષણ વાતાવરણમાં જવાનું ટાળવું.

દમમાં ઇન્હેલરની ભૂમિકા મહત્વની

દમના નિયંત્રણ માટે ઇન્હેલરની ભૂમિકા મહત્વની હોય છે.દવાની સરખામણીમાં ઇન્હેલર પ્રભાવક હોય છે.દમ માટે બે પ્રકારની દવા આપવામાં આવે છે.પ્રથમ રોગ પ્રતિરોધક અને બીજી સમસ્યા નિયંત્રણ માટેની જે લાંબા સમય સુધી લેવાની હોય છે.એમ જણાવ્યું હતું


Google NewsGoogle News