Get The App

પિતા-પુત્રએ પાદરાની સ્ટેટ બેંકમાં બોગસ એકાઉન્ટ ખોલી કરેલી ઠગાઇ

પાદરાની વૃધ્ધાના નામના એકાઉન્ટમાં વડોદરાના અકોટામાં રહેતા દિયર અને ભત્રીજાએ રૃા.૧.૧૬ કરોડના વ્યવહાર કર્યા

Updated: Apr 27th, 2025

GS TEAM


Google News
Google News
પિતા-પુત્રએ પાદરાની સ્ટેટ બેંકમાં બોગસ એકાઉન્ટ ખોલી કરેલી ઠગાઇ 1 - image

પાદરા તા.૨૭ પાદરાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં એક મહિલા અને તેના પતિના નામનું બોગસ એકાઉન્ટ ખોલાવી દિયર તેમજ ભત્રીજાએ મોટી રકમના વ્યવહાર કરી છેતરપિંડી કરી હોવાની ફરિયાદના પગલે પોલીસે તપાસ શરૃ કરી છે.

પાદરામાં પોસ્ટ ઓફિસ પાસે વસીવાળા ફળિયામાં રહેતા ૭૨ વર્ષના વૃધ્ધા નયનાબેન ઉર્ફે કૈલાશબેન હર્ષદભાઈ પટેલે પાદરા પોલીસ સ્ટેશનમાં દિયર નરેન્દ્રભાઈ મનુભાઈ પટેલ અને ભત્રીજા જય નરેન્દ્રભાઈ પટેલ (રહે.લ્યાણ સોસાયટી, બીપીસી રોડ, અકોટા, વડોદરા) અને એસબીઆઈ બેંક પાદરા શાખાના જે તે સમયના જવાબદાર અધિકારીઓ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે અમો સંયુક્ત કુટુંબમાં તમાકુની ખરી ચલાવતા હતા તેમજ અન્ય મિલકતો પણ સંયુક્ત માલિકીની હતી.

મારા ઉપરોક્ત દિયર તેમજ ભત્રીજાએ અગાઉ અમારી સાથે ઠગાઇ કરી હોવાથી અન્ય મિલકતો અંગે અમે તપાસ કરતા જાસપુરરોડ પર આવેલી તમાકુની ખરી પરથી સ્ટેટ બેંકની એક પાસબુક મળી હતી. આ પાસબુકમાં મારા તેમજ પતિના નામનો ઉલ્લેખ હતો તેમજ તેની સાથે મોબાઇલ નંબર મારા દિયરનો જોડાયેલો હતો.

બોગસ ડોક્યૂમેન્ટથી ખોલેલા બેંક એકાઉન્ટનો વહીવટ ભત્રીજો જય કરતો હતો તેમજ જુન-૨૦૦૬થી નવેમ્બર-૨૦૧૧ સુધી કુલ રૃા.૧.૧૬ કરોડના વ્યવહાર થયા હોવાનું જાણવા મળ્યું હતું. આ માટે બેંકના જે તે સમયના જવાબદાર અધિકારીએ પણ મેળાપીપણું કર્યું હતું.

પિતા અને પુત્રએ બોગસ સહિઓ કરી સાંગલીમાં ગોડાઉન વેચી દીધી હતું

પાદરામાં રહેતી વૃધ્ધા તેમજ પતિ સંયુક્ત કુંટુંબમાં રહેતા હોવાથી તમાકુની ખરીનો સંયુક્ત ધંધો કરતા હતાં. વડોદરાના અકોટા વિસ્તારમાં રહેતા દિયર તેમજ ભત્રીજાએ વર્ષ-૨૦૧૬માં મહારાષ્ટ્રના સાંગલી ખાતે તમાકુની ખરીના ગોડાઉનમાં વૃધ્ધાના પતિની બોગસ સહિઓ કરી બનાવટી દસ્તાવેજો બનાવી ખરી વેચી દીધી હતી. આ અંગે પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને બાદમાં વૃધ્ધાના પતિએ હાઇકોર્ટમાં ફોજદારી ફરિયાદનું સમાધાન કર્યું હતું.

Tags :