Get The App

થરાદમાં સર્જાઈ હચમચાવી દેનારી ઘટના, રેતી ભરેલું ડમ્પર પલટી જતા નાળામાં કામ કરતા ચાર શ્રમિકોના મોત

Updated: Feb 8th, 2025


Google NewsGoogle News
થરાદમાં સર્જાઈ હચમચાવી દેનારી ઘટના, રેતી ભરેલું ડમ્પર પલટી જતા નાળામાં કામ કરતા ચાર શ્રમિકોના મોત 1 - image


Tharad News : રાજ્યના બનાસકાંઠાના થરાદમાં નાળાની કામગીરી દરમિયાન અચાનક માટી ભરેલું ડમ્પર પલટી જતા ખાઈમાં પડ્યું હતું. આ દુર્ઘટનામાં માટી ભરેલું ડમ્પર પડતાં ચાર શ્રમિકો માટી નીચે દટાયા હતા. ઘટનામાં 1 બાળક સહિત 4 શ્રમિકોના મોત નીપજ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.  

માટી ભરેલું ડમ્બર પડતાં 4 મજૂરના મોત

મળતી માહિતી મુજબ, બનાસકાંઠાના થરાદના ખેંગારપુરા નજીક નાળાની કામગીરી ચાલી રહી હતી. તેવામાં માટી ભરેલું ડમ્પર ખાઈમાં પડ્યું હતું. આ દરમિયાન કામ કરી રહેલા શ્રમિકો માટી નીચે દટાયા હતા. જો કે, ઘટનાને પગલે માટી નીચે દટાયેલા શ્રમિકોને બહાર કાઢવા માટે તાત્કાલિક જેસીબી મારફતે રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દુર્ઘટનામાં 4 શ્રમિકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જેમાં 3 મહિલા અને 1 બાળક હોવાનું જાણવા મળ્યું છે. 

આ પણ વાંચો: VIDEO: ગુજરાતીઓને દક્ષિણ આફ્રિકામાં નડ્યો અકસ્માત, ભરૂચના ત્રણ યુવાનોના કરૂણ મોત, બસ સાથે ટક્કર બાદ કાર સળગી ઉઠી

સમગ્ર ઘટનાને પગલે પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવી પહોંચી હતી. આ પછી શ્રમિકોના મૃતદેહને થરાદ ખાતે હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. દુર્ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી.


Google NewsGoogle News