વેસ્ટર્ન ડિસ્ટરબન્સથી સુરતનું તાપમાન સીધું ચાર ડિગ્રી ગગડીને 30.4 ડિગ્રી

Updated: Mar 2nd, 2024


Google NewsGoogle News
વેસ્ટર્ન ડિસ્ટરબન્સથી સુરતનું તાપમાન સીધું ચાર ડિગ્રી ગગડીને 30.4 ડિગ્રી 1 - image


- બે દિવસમાં પારો આઠ ડિગ્રી ઘટી ગયો : આઠ કિલોમીટરની ઝડપે ભેજવાળા પવનો ફુંકાતા ગરમીમાં રાહત

        સુરત

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પગલે કમોસમી વરસાદની થયેલી આગાહી વચ્ચે આજે સુરત શહેરમાં છેલ્લા બે દિવસના તાપમાનમાં આઠ ડિગ્રીનો ઘટાડો થઇને આજે ૩૦.૪ ડિગ્રી નોંધાયુ હતુ. અને ભેજવાળા પવન ફુંકાતા ગરમીથી રાહત મળી હતી.

હવામાન કચેરી દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરાઇ હતી. આ આગાહી વચ્ચે સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં ફેરફાર આવી રહ્યા છે.ગુરૃવારે સુરત શહેરનું તાપમાન ૩૮ ડિગ્રી નોંધાયુ હતુ. શુક્રવારે ૩૪.૫ ડિગ્રી અનેે આજે ૩૦.૪ ડિગ્રી નોંધાયુ હતુ. જયારે લઘુતમ તાપમાન ૨૨.૮ ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ ૬૯ ટકા, હવાનું દબાણ ૧૦૧૨.૨ મિલીબાર અને દક્ષિણ-પશ્રિમ દિશામાંથી કલાકના આઠ કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા. આમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સુરત શહેરમાં બે દિવસમાં તાપમાન આઠ ડિગ્રી ગગડયુ છે. સાથે જ દરિયાપરના ભેજવાળા પવનના કારણે ઠંડક અનુભવાઇ હતી. આગામી દિવસોમાં હવામાન ફરી પૂર્વવત થઇ જતા ગરમી અનુભવાશે.


 


Google NewsGoogle News