Get The App

વૈશ્વિક સ્તરે ડિમાન્ડ વધતા પહેલીવાર લેબગ્રોન ડાયમંડનું સુરતમાં પ્રદર્શન યોજાશે

Updated: Feb 19th, 2024


Google NewsGoogle News
વૈશ્વિક સ્તરે ડિમાન્ડ વધતા પહેલીવાર લેબગ્રોન ડાયમંડનું સુરતમાં પ્રદર્શન યોજાશે 1 - image



- ફ્રાંસમાં સિન્થેટીક ડાયમંડ તરીકેની ઓળખની પહેલ વચ્ચે પ્રદર્શન યોજવાની તૈયારીને પગલે લેબગ્રોન ઉદ્યોગકારોમાં ઉત્સાહનો માહોલ
- લેબગ્રોન ડાયમંડ એસોસિએશન દેશના 25 થી વધુ શહેર અને વિદેશના બાયર્સને આમંત્રણ આપશે



સુરત


દેશ-દુનિયામાં લેબગ્રોન ડાયમંડના વધી રહેલી ડિમાન્ડ અંતર્ગત ફ્રાંસ દ્વારા તેની ઓળખ સિન્થેટીક ડાયમંડ તરીકેની ઓળખની પહેલ વચ્ચે આગામી મે મહિનામાં લેબગ્રોન ડાયમંડ એસોસિએશન દ્વારા લેબગ્રોન ડાયમંડ પ્રદર્શન 2024 નું આયોજન કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દેશ-દુનિયામાં ડાયમંડ સિટી તરીકે જાણીતા સુરતનો ડાયમંડ ઉદ્યોગમાં આંતરરાષ્ટ્રીય બજારમાં દબદબો છે અને અમેરિકા, ચીન, રશ્યિા તથા ફ્રાંસ હિતના દેશો સાથે ક્નેક્ટેડ છે.


પરંતુ સમયના પ્રવાહની સાથે ડાયમંડ ઉદ્યોગે પણ પોતાની ઓળખ બદલી છે અને નેચરલ ડાયમંડની સામે લેબગ્રોન ડાયમંડનું માર્કેટ વધી રહ્યું છે. જો કે લેબગ્રોન ડાયમંડના વધી રહેલી ડિમાન્ડ અંતર્ગત ગત દિવસોમાં ફ્રાંસ દ્વારા લેબગ્રોન ડાયમંડને સિન્થેટીક ડાયમંડ તરીકેની ઓળખ માટેની પહેલ અને નેચરલ ડાયમંડ કાઉન્સિલના પણ હકારાત્મક સૂરને પગલે સુરતના લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગકારોમાં મુંઝવણ જોવા મળી રહી છે.

વૈશ્વિક સ્તરે ડિમાન્ડ વધતા પહેલીવાર લેબગ્રોન ડાયમંડનું સુરતમાં પ્રદર્શન યોજાશે 2 - image

જો કે ફ્રાંસના આ નિર્ણયની લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ ઉપર નહીવત અસર વચ્ચે આગામી મે મહિનામાં 3, 4 અને 5 ના રોજ લેબગ્રોન ડાયમંડ એસોસિેશન દ્વારા સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટરમાં લેબગ્રોન ડાયમંડ પ્રદર્શન 2024 યોજવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ પ્રદર્શનમાં દેશના 25 થી વધુ શહેર ઉપરાંત અમેરિકા, ચીન, બેંગકોંગ, ફ્રાંસ સહિતના દેશના 600 થી વધુ બાયર્સને આમંત્રણ આપવામાં આવશે. પ્રદર્શનમાં 250 થી 300 સ્ટોલનો અંદાજ છે. બાયર્સને આર્કષવા માટે દેશના મુંબઇ, જયપુર, હૈદરાબાદ સહિતના શહેરોમાં રોડ શો પણ કરવામાં આવશે.


Google NewsGoogle News