Get The App

દાના વાવાઝોડાની અસર: ગુજરાતમાંથી પસાર થતી પશ્ચિમ રેલવેની આ ટ્રેન રદ, જાણો વિગતો

Updated: Oct 23rd, 2024


Google NewsGoogle News
દાના વાવાઝોડાની અસર: ગુજરાતમાંથી પસાર થતી પશ્ચિમ રેલવેની આ ટ્રેન રદ, જાણો વિગતો 1 - image


Cyclone Dana Impact On Railways : દાના વાવાઝોડું જેમ જેમ ભારત તરફ આગળ વધી રહ્યું છે, તેમ તેમ દરિયા કિનારા બે રાજ્યોની ચિંતા વધી રહી છે. માહિતી અનુસાર 23થી 26 ઑક્ટોબર વચ્ચે વાવાઝોડાની ભીષણ અસરને જોતાં 197 ટ્રેન રદ કરવાનો નિર્ણય કરાયો છે, ત્યારે પશ્ચિમ રેલવે પ્રમાણે, દાના વાવાઝોડાની અસરને ધ્યાનમાં રાખીને પૂરી-ગાંધીધામ વચ્ચે દોડતી ટ્રેનને 26 ઑક્ટોબરના રોજ રદ કરવાનો નિર્ણય કરાયો છે. 

26 ઑક્ટોબરે આ ટ્રેન રદ

પશ્ચિમ રેલવે વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે, ચક્રવાત દાનાને પગલે ગુજરાતથી પૂર્વીય તટ વિસ્તારમાં જતી ટ્રેનના મુસાફરોની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને પૂરી-ગાંધીધામ એક્સપ્રેસ (ટ્રેન નંબર- 22974) ટ્રેન આગામી 26 ઑક્ટોબર 2024ના રોજ રદ કરવાનો રેલવે વિભાગ નિર્ણય કર્યો છે. આ ટ્રેનના સમય અને સ્ટોપેજ સંબંધિત જરૂર જાણકારી રેલવેની ઓફિશ્યિલ વેબસાઇટ www.enquiry.indianrail.gov.in મળી રહેશે.

આ પણ વાંચો : 'દાના' વાવાઝોડાથી દરિયા કિનારાના 2 રાજ્યો ટેન્શનમાં, સ્કૂલ-કોલેજો બંધ, 197 ટ્રેનો રદ કરાઈ

દાના વાવાઝોડાની અસર: ગુજરાતમાંથી પસાર થતી પશ્ચિમ રેલવેની આ ટ્રેન રદ, જાણો વિગતો 2 - image

બંગાળની પૂર્વીય ખાડી પર છેલ્લા 6 કલાકમાં 13 કિ.મી.ની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહેલું વાવાઝોડું દાના આવતી કાલે (24 ઑક્ટોબરે) વહેલી સવારે બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાતમાં પરિવર્તિત થવાની શક્યતા છે. તેમજ આ વાવાઝોડું 24 ઑક્ટોબરની રાતથી 25 ઑક્ટોબરની સવાર સુધીમાં ભીતરકનિકા અને ઓડિશાના ધમારાની નજીક આવી શકે છે. 

આ પણ વાંચો : સોશિયલ સાઈટ ‘X’ પર ભડકી કેન્દ્ર સરકાર, ફ્લાઈટમાં બોંબની ધમકીઓ મામલો કર્યા સવાલો પર સવાલ



ક્યારે ટકરાશે આ વાવાઝોડું? 

દાના વાવાઝોડાં અંગે લેટેસ્ટ અપડેટ મુજબ આગામી 25 ઑક્ટોબર સુધીમાં પ.બંગાળ અને ઓડિશાના તટીય વિસ્તારોમાં દાના વાવાઝોડું લેન્ડફોલ કરી શકે છે. આ દરમિયાન કોલકાતામાં ઍરપૉર્ટના અધિકારીઓએ વાવાઝોડા બાદથી સંભવિત કોઈપણ સ્થિતિને પહોંચી વળવાની તૈયારીઓ શરુ કરી દીધી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ ઓડિશાના પૂરી જતાં પર્યટકોને હાલમાં ઘરે પરત ફરી જવાની સલાહ આપી હતી. 


Google NewsGoogle News