Get The App

તાપી નદીના ફ્લડ ગેટ બંધ થતાં કતારગામના કેટલાક વિસ્તારમાં ગટરના પાણી ફરી વળ્યા

Updated: Aug 27th, 2024


Google NewsGoogle News
તાપી નદીના ફ્લડ ગેટ બંધ થતાં કતારગામના કેટલાક વિસ્તારમાં ગટરના પાણી ફરી વળ્યા 1 - image


Surat Rain News : સુરત શહેરમાંથી પસાર થતી તાપી નદીના ઉપરવાસમાં બનાવેલા ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. તાપી નદીમાં પાણી છોડાતાં પાલિકા વિસ્તારમાં આવેલ નદીના ફ્લડ ગેટ બંધ કરાતાં કતારગામના કેટલાક વિસ્તારમાં ગટરના પાણી બેક મારતાં લોકોની હાલત કફોડી થઈ છે.

તાપી નદીના ઉકાઈ ડેમમાંથી અઢી લાખક્યુસેકની આસપાસ પાણી છોડવામાં આવી રહ્યું છે જેને કારણે સુરત મહાનગરપાલિકા વિસ્તારના પાંચથી વધુ ફ્લડગેટ બંધ કરવામાં આવ્યા છે. આ ફ્લડગેટ બંધ કરવા સાથે કતારગામના વેડરોડ, પંડોળ અને રિવર્યુ સોસાયટી સહિતના કેટલાક વિસ્તારમાં ગટરના પાણી બેક માર્યા છે. વેડ રોડ પર અનેક જગ્યાએ ગટરના પાણીનો ભરાવો થતાં વાહનચાલકોને ભારે હાલાકી થઈ રહી છે.

તાપી નદીના ફ્લડ ગેટ બંધ થતાં કતારગામના કેટલાક વિસ્તારમાં ગટરના પાણી ફરી વળ્યા 2 - image

હાલ તો સુરતમાં વરસાદનું જોર થોડું ઓછું છે પરંતુ ફ્લડગેટ બંધ હોવાથી આ વિસ્તારમાં ગટરના પાણી ફરી વળ્યા છે. આ ઉપરાંત ગઈકાલે કાદરખાની નાળ વિસ્તારમાં પણ ગટરના પાણી બેક મારતાં લોકોની હાલત કફોડી થઈ છે.


Google NewsGoogle News