વડોદરામાં ન્યુ સમા પાણીની ટાંકી-સંપની સફાઈ હોવાથી અનેક વિસ્તારોમાં કાલે સાંજે પાણી ઓછા પ્રેશરથી મળશે
Vadodara Water Shortage : વડોદરા શહેરના ઉત્તર ઝોન વિસ્તારમાં ન્યુ સમા પાણીની ઉંચી અને ભૂગર્ભ સંપ સફાઈની કામગીરી આવતીકાલ તા.6ઠ્ઠીને ગુરુવારે કરાશે. જેથી ન્યુ સમા પાણીની ટાંકીના કમાન્ડ વિસ્તારમાં ગુરુવાર તા. છઠ્ઠીએ સાંજના સમયે પાણી મેળવતા વિસ્તારો નિઝામપુરા ગામ, નવા યાર્ડ રોડ, તથા તેની આસપાસના વિસ્તારમાં પાણી મોડેથી અને ઓછા પ્રેશરથી અપાશે જેની નોંધ લેવા પાણી પુરવઠા ખાતાના કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવાયું છે.
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીના પ્રેશરની તકલીફ કાયમ રહે છે, જેના લીધે લોકોને પાણી પૂરતું મળતું નથી. વડોદરા કોર્પોરેશન દ્વારા પૂર્વ વિસ્તારમાં પાણીના પ્રેશરની સમસ્યા હલ કરવા માટે ત્રણ સ્થળે બુસ્ટર બનાવાશે. આ માટે કુલ 50.63 કરોડનો ખર્ચ થવાનો છે.