Get The App

ગુજરાતમાં દારૂબંધીના લીરેલીલા...! સુરતમાં પોલીસ જવાને ખાખી વર્દીમાં જ દારૂની મહેફીલ માણી

Updated: Mar 31st, 2025

GS TEAM


Google News
Google News
ગુજરાતમાં દારૂબંધીના લીરેલીલા...! સુરતમાં પોલીસ જવાને ખાખી વર્દીમાં જ દારૂની મહેફીલ માણી 1 - image


Surat PSI Caught Drunk with Liquor Bottles: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં છાશવારે દારૂ પીને ધમાલ કરનારા અને દારૂ વેચનારા બુટલેગરો સામે આવતા હોય છે. સુરતમાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં કોઈ સામાન્ય માણસ કે બુટલેગર નહીં પરંતુ, ખુદ ગુજરાત પોલીસ દારૂના બાટલા સાથે નશાની હાલતમાં ઝડપાઈ છે. સુરતમાં PSI ની ગાડીમાંથી દારૂની બોટલો મળી આવ્યા બાદ PSI એ.એ પટેલને સસ્પેન્ડ કરી દેવાયા છે. 

આ પણ વાંચોઃ સુરતના શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરી રૂ. 20 લાખથી વધુ પડાવ્યા, બે આરોપીઓની જામનગરથી ધરપકડ

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, સુરતમાં રવિવારે પોલીસની પ્લેટવાળી ખાનગી ગાડીમાંથી દારૂની બોટલો સાથે PSI એ. એ પટેલ ઝડપાયા હતાં. PSI પટેલ રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતાં. પોતાની ખાનગી ગાડીમાં પોલીસની પ્લેટ લગાવીને જઈ રહ્યા હતાં, ત્યારે તે દારૂની બોટલો સાથે નશાની હાલતમાં ઝડપાયા હતાં. આ દરમિયાન ત્યાં હાજર લોકો દ્વારા સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી વાઈરલ કરવામાં આવ્યો હતો. જોકે, આ દરમિયાન PSI પટેલને બચાવવા માટે અન્ય પોલીસ દ્વારા મામલાની પતાવટ કરવા માટે તેમને રિક્ષામાં બેસાડી ઘરે મોકલી દેવાયાનો દાવો કરાયો હતો.

ગુજરાતમાં દારૂબંધીના લીરેલીલા...! સુરતમાં પોલીસ જવાને ખાખી વર્દીમાં જ દારૂની મહેફીલ માણી 2 - image

PSI ને કરાયા સસ્પેન્ડ

જોકે, આ મામલે તુલ પકડતાં ઉચ્ચ પોલીસ અધિકારી દ્વાર સંજ્ઞાન લેવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કમિશનરના આદેશ પર PSI એ.એ પટેલની સિવિલ હોસ્પિટલમાં તબીબી તપાસ કરવામાં આવી હતી. આ તપાસ બાદ રિપોર્ટ સામે આવ્યો અને તે પોતે નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. હાલ, PSI પટેલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. 

આ પણ વાંચોઃ ગુજરાતમાં આયુષ્માન કાર્ડ હશે તો પણ નહીં મળે હૃદય રોગની સારવાર, ખાનગી હૉસ્પિટલોએ બાંયો ચડાવી

નોંધનીય છે કે, કહેવાતી દારૂબંધીવાળા ગુજરાત રાજ્યમાં હવે જો પોલીસ જ આ પ્રકારે દારૂ લઈને ફરશે તો અન્ય જગ્યાએ દારૂબંધીનું પાલન કેવી રીતે કરાવવામાં આવશે? એવામાં પણ પોલીસ પોતે ગુનો દાખલ કરી આરોપીને ઘરે મૂકવા જાય તે કેટલું વાજબી છે? ખાખીને લજવતી આ ઘટનાને લઈને લોકો કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.


Tags :