કેમ મોડો આવ્યો..? વડોદરા ફાયર બ્રિગેડના પીધેલા ચીફ ઓફિસરે ફાયરમેનને ફટકાર્યો, કર્મચારીઓમાં રોષ

Updated: Sep 30th, 2024


Google NewsGoogle News
કેમ મોડો આવ્યો..? વડોદરા ફાયર બ્રિગેડના પીધેલા ચીફ ઓફિસરે ફાયરમેનને ફટકાર્યો, કર્મચારીઓમાં રોષ 1 - image


Vadodara Fire Brigade : વડોદરા ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે ગઈકાલે રાત્રે એક કર્મચારીને જાહેરમાં માર મારતા વિવાદ સર્જાયો છે.

વડોદરામાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે અને ગઈકાલે રાત્રે વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી સુધી આવી ગઈ હોવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં એનાઉન્સમેન્ટ કરવાનું હતું. જેથી મકરપુરા જીઆઇડીસી ફાયર બ્રિગેડના ફાયરમેન અમરસિંહ ઠાકોરને કંટ્રોલ રૂમમાં બોલાવવામાં આવ્યા હતા. 

આ વખતે ઇન્ચાર્જ ચીફ ફાયર પાર્થ બ્રહ્મભટ્ટ હાજર હતા અને તેમણે કર્મચારીને કેમ મોડો આવ્યો તેમ કહી ગાળો ભાંડીને કાચની બોટલ તેમજ મુક્કા વડે માર માર્યો હતો. ઇજાગ્રસ્ત કર્મચારીએ એવો આક્ષેપ કર્યો છે કે, મને અહીંથી મારતા જીઆઇડીસી લઈ ગયા હતા અને તેઓ નશામાં ધૂત હતા.

જ્યારે અન્ય એક કર્મચારીઓ કહ્યું હતું કે, મકરપુરા જીઆઇડીસીના સ્ટેશન ઓફિસર સહિત અન્ય કર્મચારીઓ પણ મારી સાથે બનેલા બનાવનાર સાક્ષી છે. ઇજાગ્રસ્ત અમરસિંહને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને ફરાર ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર સામે ગુનો દાખલ કરી પોલીસે કાર્યવાહીની પ્રક્રિયા શરૂ કરી છે. 



Google NewsGoogle News