Get The App

અટલાદરા નારાયણવાડી પાસે નશેબાજ બિઝનેશમેને ટુ વ્હીલર ચાલકને ટક્કર મારી

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
અટલાદરા નારાયણવાડી પાસે નશેબાજ બિઝનેશમેને ટુ વ્હીલર ચાલકને ટક્કર મારી 1 - image


અટલાદરા નારાયણવાડી પાસે નશેબાજ બિઝનેશમેને ટુ વ્હીલર ચાલકને ટક્કર મારી 2 - image

Image Source: Freepik

- શહેરમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના સતત વધી રહેલા  કેસ: 15 દિવસમાં બે ના મોત

વડોદરા, તા. 29 ઓક્ટોબર 2023, રવિવાર

દારૃના નશામાં કાર લઇને નીકળેલા યુવકે અટલાદરા વિસ્તારમાં ટુ વ્હીલર ચાલકને અડફેટે લીધો હતો. જે અંગે પોલીસને જાણ કરવામાં આવતા જે.પી.રોડ પોલીસે સ્થળ પર પહોંચી કાર ચાલકને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જે.પી.રોડ પોલીસને મેસેજ મળ્યો હતો કે, અટલાદરા નારાયણ વાડી સામે સેસન સોસાયટી નજીક એક કાર ચાલકે ટુ વ્હીલર ચાલકને પાછળથી ટક્કર મારી છે.જેથી,  પોલીસની ટીમે સ્થળ પર જઇને તપાસ કરી તો ટુ વ્હીલર ચાલકને સામાન્ય ઇજા થઇ હતી. ટુ વ્હીલર ચાલકે ફરિયાદ કરવાની ના પાડી હતી. પોલીસે કાર ચાલકની તપાસ કરતા કાર ચાલક સમર્થ દેવેન્દ્રભાઇ પાઠક, ઉ.વ.34 ( રહે.કલ્યાણ બાગ સોસાયટી, માંજલપુર) હોવાનું જણાઇ આવ્યું હતું. સમર્થ  દારૃનો નશો કરેલી હાલતમાં જણાઇ આવ્યો હતો. પોલીસે તેની કારમાં તપાસ કરતા દારૃની અડધી બોટલ પણ મળી આવી હતી. જેથી, પોલીસે સમર્થની સામે ગુનો દાખલ કરી તેની કાર કબજે લીધી છે. સમર્થ ઓનલાન એક્સપોર્ટ - ઇમ્પોર્ટનો ધંધો કરતો હોવાનું પોલીસે જણાવ્યું હતું. તે ક્યાં  અને કોની સાથે દારૃ પીને આવ્યો હતો ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, શહેરમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કેસ સતત વધી રહ્યા છે. થોડા દિવસ પહેલા આજવારોડ હાઇવે ચોકડી પાસે નશેબાજ કાર ચાલક અક્ષય મુકેશભાઇ સુથારે ( રહે. ગામ અલારસા, ઉંડું ફળિયું તા. બોરસદ, જિ.આણંદ) ફૂટપાથ પર સૂઇ રહેલા દંપતી  પર કાર ચઢાવી દીધી હતી. તેમાં સારવાર બાદ પત્નીનું મોત થયું હતું. જ્યારે ગત તા. ૧૩ મીએ  રાતે વડોદરા નજીક બિલ ગામથી ભાયલી તરફ જવાના રસ્તા પર ભરૃચ જિલ્લા  પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખના નશેબાજ પુત્ર કેયૂર કમલેશભાઇ પટેલે ( રહે. કાસાલેક સાઇડ સોસાયટી, બિલ - ચાપડ રોડ)  વોકિંગમાં નીકળેલા દંપતીને પોતાની કારથી  ટક્કર મારી હવામાં ઉછાળતા બંનેને ગંભીર ઇજા પહોંચી હતી.  દંપતી  પૈકી પતિનું મોત થયું હતું.



Google NewsGoogle News