Get The App

સુરતની હોટલમાંથી ડ્રગ્સ ઝડપાયું, સેક્સ રેકેટનો પણ થયો પર્દાફાશ, 3 પેડલરોની ધરપકડ

Updated: Oct 18th, 2024

GS TEAM


Google News
Google News
સુરતની હોટલમાંથી ડ્રગ્સ ઝડપાયું, સેક્સ રેકેટનો પણ થયો પર્દાફાશ, 3 પેડલરોની ધરપકડ 1 - image


Drugs Seized From Surat Hotel : સુરતમાં સ્પાના આડમાં ચાલતા સેક્સ રેકેટ ચલાવતા હોવાના કેસો સામે આવતા હોય છે, ત્યારે શહેરના વેસુમાં આવેલી હોટેલમાં પોલીસે દરોડા પાડીને ત્રણ ડ્રગ્સ પેડલરોને ઝડપી પાડવામાં આવ્યાં છે. જ્યારે આઉટ કોલ માટે રખાયેલા ત્રણ લલાનાઓ પણ હોટેલમાંથી મળી આવી હતી. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

95 એમડી ડ્રગ્સ ઝડપાયું

શહેરના વેસુમાં વીઆઇપી રોડ ઉપર આકાશ રીટેલ કોમ્પલેક્ષના પાંચમા માળે આવેલી હોટેલ સુપિરીયરમાં પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં ડ્રગ્સનું વેચાણ કરનારા શૈલેંદ્રકુમાર રામધન શર્મા, મોહમદ ચાંદ મોહમ્મદ આબીદ શેખ અને મોહમ્મદ જુનેદ ઉર્ફે સાહીલ અલ્તાફ હુશેન કડીયા ઝડપી પાડ્યાં, તેમની પાસેથી 95 મિલીગ્રામ આશરે 9500 રૂપિયાનું એમડી ડ્રગ્સ પણ મળ્યું હતું.

ગુટખામાં મિક્સ કરાતું ડ્રગ્સ

ડ્રગ્સ સાથે ઝડપાયેલા બે વ્યક્તિ નશાની હાલતમાં હતી, તેમણે ગુટખામાં ડ્રગ્સ મિક્સ કર્યું હોવાનું સામે આવ્યું. આ ઉપરાંત, હોટેલના અન્ય રૂમમાંથી ત્રણ યુવતી મળી આવી હતી. જેમાંથી એક શૈલેન્દ્ર શર્માની ગર્લફ્રેન્ડ હતી અને બે લલના હતી. આ ત્રણેય યુવતીઓ દેહવિક્રય માટે રાખવામાં આવી હતી. જો કે, તેઓ ગ્રાહકોને હોટેલમાં બોલાવતા ન હતા, પરંતુ ગ્રાહકો ઈચ્છે એ જગ્યાએ આ ત્રણેયને લઈ જવાતી હતી. 

આ પણ વાંચો : આસારામ સાથે 4 કલાકની મુલાકાત માટે ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાંઈને આપી મંજૂરી, સુરતથી પ્લેનમાં જશે જોધપુર

ડ્રગ્સ એડિક્ટ એવા સેક્સ માફિયા શૈલેન્દ્ર, ચાંદ અને જુનેદે એમડી ડ્રગ્સ ભાઠેનાના ખલીલ પાસે લાવ્યા હોવાનું જણાવ્યું હતું. જેમાં વેસુ પોલીસે ખલીલને વોન્ટેડ જાહેર કર્યો અને અન્ય આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Tags :