ત્રણ જિલ્લાની ડ્રગ વિભાગની ટીમનો દરોડો, દવાનો મસમોટો જથ્થો જપ્ત
Drugs Department Seized Medicine In Navsari : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં કરોડ રૂપિયાના ડ્રગ્સનો જથ્થો પકડાયાના કિસ્સાઓ સામે આવ્યાં છે, ત્યારે રાજ્યમાં પોલીસ અને ડ્રગ વિભાગની ટીમ દ્વારા કેટલાક સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યાં છે. આ દરમિયાન ગાંધીનગર, સુરત અને નવસારી ડ્રગ વિભાગની ટીમ દ્વારા નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કાંગવાઇ ગામે દરોડા પાડ્યા હતા.
ડ્રગ વિભાગની ટીમે કાંગવાઇ ગામના અમુક ઘરે દરોડા પાડ્યા હતા, જેમાં આયુર્વેદિક તેમજ એલોપેથી દવાનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારબાદ મળી આવેલી દવાઓને જપ્ત કરીને તપાસ અર્થે મોકલવામાં આવી છે.
આ પણ વાંચો : ગુજરાતમાં તહેવારો પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ડ્રાઈવ, ખાણીપીણીની 115 જગ્યાએ દરોડા
ડ્ર્ગ વિભાગે આ ગામે દરોડા પાડ્યા
શંકાસ્પદ આયુર્વેદિક દવાઓ બનાવવામાં આવતી હોવાની બાતમીના આધારે ગાંધીનગર, સુરત અને નવસારી ડ્ર્ગ વિભાગ દ્વારા કાંગવાઇ ગામના ઈસ્માઈલ મોલધારીયા અને ઇમરાન મોલધરિયાના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. બંનેના ઘરેથી મોટી સંખ્યામાં આયુર્વેદિક તેમજ એલોપેથી દવાનો જથ્થો મળી આવતા જપ્ત કરવામાં આવ્યો છે.