ઈદ મિલાદ અને ગણેશ વિસર્જન નિમિત્તે વડોદરા પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સ

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
ઈદ મિલાદ અને ગણેશ વિસર્જન નિમિત્તે વડોદરા પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સ 1 - image


Vadodara Police : વડોદરા શહેરમાં ઈદની ઉજવણી તેમજ ગણેશ વિસર્જન પૂર્વે શહેર પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે. 

વડોદરામાં આજે ઈદ નિમિત્તે આજે જૂલુસ કાઢવામાં આવ્યા હતા તેમજ આવતીકાલે અનંત ચૌદસના દિવસે ગણેશ વિસર્જન કરવામાં આવનાર છે. જે દરમિયાન કોમી એખલાસ અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સંવિધાનશીલ વિસ્તારોમાં મોટાપાયે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

વડોદરા શહેરમાં 6500 થી વધુ પોલીસ બંદોબસ્ત જાળવી રહી છે અને ડોગ સ્ક્વોડ, ક્વીક રિસ્પોન્સ ટીમ, અશ્વદળ સહિતની ટીમો પણ નજર રાખી રહી છે ત્યારે ડ્રોન સર્વેલન્સ પણ કરવામાં આવી રહ્યું છે. ડ્રોન કેમેરા દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ ગતિવિધિ પર નજર રાખી રહી છે.



Google NewsGoogle News