WCની ફાઈનલ મેચ પહેલા સ્ટેડિયમ પર ડ્રોન શોની રિહર્સલ જોવા મળી, મોટી સંખ્યામાં ઉમટી પડ્યા લોકો

મેચ પૂર્ણ થયા બાદ 1 હજાર ડ્રોન સાથે રોમાંચક ડ્રોન શો યોજાશે

ડ્રોનની મદદથી વર્લ્ડ કપ ટ્રોફી, ભારતના નકશા સહિતના ફોર્મેશન રચાશે

Updated: Nov 18th, 2023


Google NewsGoogle News
WCની ફાઈનલ મેચ પહેલા સ્ટેડિયમ પર ડ્રોન શોની રિહર્સલ જોવા મળી, મોટી સંખ્યામાં ઉમટી પડ્યા લોકો 1 - image

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ આવતીકાલે (રવિવાર) રમાવા જઈ રહી છે. જેમાં વડાપ્રધાન મોદી અને અનેક દિગ્ગજ નેતાઓ, મુકેશ અંબાણી સહિતના બિઝનેસ મેનો અને બોલિવુડની પણ હસ્તીઓ ઉપસ્થિત રહેશે. અમદાવાદમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આ વચ્ચે ફાઈનલ મેચની પહેલી રાત્રે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ડ્રોન શોની રિહર્સલ જોવા મળી છે.

WCની ફાઈનલ મેચ પહેલા સ્ટેડિયમ પર ડ્રોન શોની રિહર્સલ જોવા મળી, મોટી સંખ્યામાં ઉમટી પડ્યા લોકો 2 - image

મેચ પૂર્ણ થયા બાદ 1 હજાર ડ્રોન સાથે રોમાંચક ડ્રોન શો યોજાશે. બે મિનિટના ડ્રોન શોમાં 1 હજાર ડ્રોનની મદદથી વર્લ્ડ કપ ટ્રોફી, ભારતના નકશા સહિતના ફોર્મેશન રચાશે. 1200 ડ્રોનની લાઈટ વડે આકાશમાં વિજેતા ટીમનું નામ અંકિત કરવામાં આવશે. ત્યારે શનિવાર રાત્રે ડ્રોન શો માટેની તૈયારીઓ જોવા મળી હતી. આકાશમાં વિવિધ પ્રકારના ફોર્મેશન જોવા મળ્યા હતા.

WCની ફાઈનલ મેચ પહેલા સ્ટેડિયમ પર ડ્રોન શોની રિહર્સલ જોવા મળી, મોટી સંખ્યામાં ઉમટી પડ્યા લોકો 3 - image

તો મેચ પહેલા જ સ્ટેડિયમ રોડ પર અને સ્ટેડિયમના ગેટ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. 

WCની ફાઈનલ મેચ પહેલા સ્ટેડિયમ પર ડ્રોન શોની રિહર્સલ જોવા મળી, મોટી સંખ્યામાં ઉમટી પડ્યા લોકો 4 - image

મહત્વનું છે કે, આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી વર્લ્ડ કપની ફાઈનલ મેચને શાનદાર બનાવવા ICC અને BCCIએ ભવ્ય તૈયારી કરી છે. સિંગર પ્રિતમ અને જોનીતા ગાંધી સહિતના સહકલાકારો ધમાકેદાર પર્ફોર્મન્સ રજૂ કરશે. આ સાથે એર શો, ડ્રોન શો, લાઈટ-લેસર શો અને આતશબાજી સહિતના કાર્યકર્મો પણ યોજાવાના છે. 

WCની ફાઈનલ મેચ પહેલા સ્ટેડિયમ પર ડ્રોન શોની રિહર્સલ જોવા મળી, મોટી સંખ્યામાં ઉમટી પડ્યા લોકો 5 - image


Google NewsGoogle News