Get The App

કાર નદીના પુલ પરથી નીચે ખાબકતા ચાલકનું મોત, બે વિદ્યાર્થીઓને ઈજા

Updated: Dec 23rd, 2024


Google NewsGoogle News
કાર નદીના પુલ પરથી નીચે ખાબકતા ચાલકનું મોત, બે વિદ્યાર્થીઓને ઈજા 1 - image


સાવરકુંડલાનાં ચરખડિયા ગામ પાસે

અમરેલીની કોલેજમાં અભ્યાસ કરતા બન્ને વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જતા હતા ત્યારે ચાલકે કાર પરનો કાબુ ગુમાવતા અકસ્માત

સાવરકુંડલા :  સાવરકુંડલાના ચરખડીયા ગામે આવેલા નદીના પુલ પરથી પસાર થતી કારના ચાલકે કાબુ ગુમાવતા કાર પુલની રેલિંગ તોડી નીચે ખાબકતા કારના ચાલકનું મોત થયું હતું. જયારે બે વિદ્યાર્તીઓને ઈજા થતા સારવાર માટે ખસેડાયા હતાં.

સાવરકુંડલાના ચરખડિયા ગામે આવેલી નદીના પુલ પરથી આજે બપોરના અરસામાં કાર પસાર થઈ રહી હતી. ત્યારે કારના ચાલકે કાર પરનો કાબુ ગુમાવતા કાર પલની રેલિંગ તોડી પુલની નીચે ખાબકી હતી. અકસ્માતમાં કારનાચાલક રસિકભાઈ સોલંકી (રહે. હુડલી))ને ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ મોત થયું હતું.

જયારે કારમાં બેઠેલા બે વિદ્યાર્થીઓ સુમિત પરમાર (ઉ.વ.૨૦) (રહે. સાવરકુંડલા) તથા દિક્ષીત રાઠોડ (ઉ.વ.૧૯) (રહે. કેરાળા)ને ઈજા થતા બન્નેને ૧૦૮ મારફતે સાવરકુંડલા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં. બન્ને વિદ્યાર્થીઓ અમરેલીની કોલેજમાં અભ્યાસ કરતા હોવાથી પરીક્ષા આપવા અમરેલી જતા હતા ત્યારે અકસ્માત થયો હતો. બનાવ અંગે સાવરકુંડલા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. 


Google NewsGoogle News