પુલ ઉપરથી કાર નીચે ખાબકતાં ડ્રાઇવરનું મોત, બે વિદ્યાર્થી ઘાયલ
સાવરકુંડલાનાં ચરખડિયા ગામ પાસે અકસ્માત
બે કોલેજિયન મિત્રોને અમરેલીની કોલેજમાં પરીક્ષા હોવાથી સંબંધીની કારમાં જતા હતા ત્યારે સર્જાઇ કરૃણાંતિકા
પોલીસમાં નોંધાયા મુજબ ધારી તાલુકાના કેરાળા ગામનો દક્ષિત
રાજુભાઈ રાઠોડ નામનો ૨૩ વર્ષીય યુવક અને તેનો સાવરકુંડલાનો મિત્ર સુમિત રમેશભાઈ
પરમાર તેના ફઇના દીકરા રસિક બાબુભાઈ સોલંકી (રહે. હુડલી) (ઉ.વ.૩૦)ની કાર લઇને
અમરેલી જતા હતા તે દરમિયાન ચરખડીયા પુલ પાસે પહોંચતાં કાબુ ગુમાવી દેતા તેમજ ફૂલ
સ્પીડ હોવાને કારણે ગાડી પુલ પરથી નીચે ખાબકી હતી. જેને લઇને કારચાલક રસિકને ગંભીર
ઇજાઓ થવાને કારણે ઘટનાસ્થળે પર મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે વિદ્યાર્થી
મિત્રોને ઇજાઓ થતાં તાત્કાલિક સાવરકુંડલા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
અહીં હોસ્પિટલ ખાતે વિદ્યાર્થી દક્ષિત રાઠોડે જણાવ્યું હતું
કે અમે અમરેલી ખાતે એલ.ડી. ધાનાણી કોલેજમાં પરીક્ષા આપવા માટે જતા હતા તે વખતે
અકસ્માત સર્જાયો હતો અને એમને સારવાર માટે લાવવામાં આવ્યા છે.