Get The App

મગદલ્લા બ્રિજ નજીક ટ્રક પલટી ગયા બાદ ડ્રાઇવર દબાઇ જતા મોત

Updated: Oct 7th, 2024


Google NewsGoogle News
મગદલ્લા બ્રિજ નજીક ટ્રક પલટી ગયા બાદ ડ્રાઇવર દબાઇ જતા મોત 1 - image


- ટ્રક બાજુમાં ઝાડીમાં ઉતરીને પલટી ગઇ : પુણા રોડ બાઇક લઇને ઉભેલા યુવાનને ટ્રકે ઉડાવી દેતા કરૃણ મોત

 સુરત :

સુરતમાં માર્ગ અકસ્માતમાં બે બનાવમાં મગદલ્લા ઓ.એન.જી.સી બ્રીજ નજીકના રોડ ઉપર રવિવારે મોડી રાત્રે કોલસાના પાવડર ભરેલી ટ્રક પલ્ટી થતા સર્જાયેલા અકસ્માતમાં ટ્રકમાં દબાઈ જતા ડ્રાઇવરનું ધટના સ્થળે કમકમાટી ભર્યુ મોત થયુ હતું. બીજા બનાવમાં પુણા કેનાલ રોડ બાઇક લઇને ઉભેલા યુવાનને ટ્રકે અડફેટે લેતા મોતને ભેટયો હતો.

ફાયર બિગ્રેડ અને સિવિલથી મળેલી વિગત મુજબ પલસાણામાં વરેલીગામમાં ક્રિષ્ના પેલેસ પાસે રહેતો ૨૯ વર્ષીય કમલેશ દયાશંકર યાદવ રવિવારે મોડી રાત્રે ટ્રકમાં ઝીંણી કોલસી ભરીને હજીરા રોડ તરફ જવા નીકળ્યો હતો. તે સમયે મગદલ્લા - ઓ.એન.જી.સી તરફ જતા રોડ બ્રીજ નજીકના રોડ પર ટ્રક પલ્ટીને રોડ નીચે ઉતરીને બાજુમાં ઝાડી ઝાંંખરીમાં ધસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક નીચે દબાઇ જતા ડ્રાઇવરનું ધટના સ્થળે કમકમાટી ભર્યુ મોત થયુ હતું. આ અંગે જાણ થતા નોટીફાઇડના ફાયરજવાનો, પોલીસ,૧૦૮ એમ્બ્યુલન્સ ત્યાં ધસી ગયા હતા. બાદમાં તેને ટ્રક નીચે તેનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. ફાયરજવાનો ત્યાં પહોચીને સર્ચ કામગીરી કરવામાં આવી કે ડ્રાઇવર સાથે કેબિનમાં કલીનર કે અન્ય કોઇ વ્યકિત હતુ કે નહી ? જોકે ટ્રકની કેબીન, ઝાડી ઝાંખરી તપાસ કરતા ત્યાં અન્ય કોઈ વ્યક્તિ મળ્યુ નહી, જયારે પોલીસ દ્વારા ટ્રકના રજીસ્ટ્રેશન નંબરના આધારે માલિકનો સંપર્ક કરીને પૂછપરછ કરતા ટ્રકમા એકલો ડ્રાઇવર જ હતો. આ અંગે ઉમરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. બીજા બનાવમાં સીમાડામાં બી.આર.ટી.એસ રોડ પર સિતારામ ચોક પાસે રહેતો ૩૫ વર્ષીય દિપક ચીમન ગજેરા ગત રાતે રીંગરોડ ખાતે ટેક્સટાઇલ માર્કેટમાં નોકરી કરેને બાઇક પર ઘરે જવા નીકળ્યો હતો. બાદમાં તે પુણા કેનાલ રોડ પરમ હોસ્પિટલ પાસે બાઇક લઇને ઉભો હતો. ત્યારે તેને ટ્રકચાલકે અડફેટે લેતા ગંભીર ઇજા થતા ૧૦૮માં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. તે મુળ ભાવનગરમાં મહુવાનો વતની હતો. તેના લગ્ન એક વર્ષ પહેલા થયા હતા. આ અંગે પુણા પોલીસે તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News