ટ્રકમાં 275 બોટલ દારૂ છૂપાવનાર ડ્રાઈવર ક્લિનર,પાયલોટિંગ કરનાર કાર ચાલક ઝડપાયો
ભાવનર-અમદાવાદ હાઈવે પર જશવંતપુરા નજીક પોલીસનો દરોડો
મહારાષ્ટ્રના ધૂલેથી શખ્સ પાસેથી ભાવનગરના બે શખ્સે દારૂ મંગાવ્યો હતો : ફરાર ત્રણ શખ્સને ઝડપી લેવા તપાસ શરૂ
ભાવનગર પોલીસની પેરોલ ફર્લો સ્કવોર્ડ વેળાવદર ભાલ પોલીસ મથકના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, ભાવનગર અમદાવાદ હાઇવે રોડ પર જસવંતપૂરા તરફથી એક ટ્રક અને કાર દારૂનો જથ્થો ભરીને ભાવનગર તરફ આવી રહ્યા છે. બાતમીના આઘારે ટીમે બાતમીના આધારે જીજે .૧૮.બીએમ .૪૯૦૨નંબરની ફોર વ્હીલ કારને અટકાવી હતી અને તેમાં સવાર ડ્રાઇવર રોહિત રમણીકભાઇ ખાવડિયા (રહે. ધનાળા તા.ધોલેરા )ને ઝડપી પાડયો હતો. જયારે, કારની પાછળ આવી રહેલાં ૧૪ વ્હીલના ટ્રક નંબર જીજે .૦૬ .૫૯૨૬ને પણ શંકાના આધારે અટકાવી તેની તપાસ કરી હતી. જેમાં બેંટોનાઈટ માટી વચ્ચેથી સફેદ કલરના ૧૦ કોથળામાં છૂપાવેલી વિદેશી દારૂની ૨૭૫ બોટલ કિંમત રૂા.૧,૮૭,૦૫૦નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ જથ્થા સાથે ડ્રાઇવર રામજી જેસંગભાઈ ખાવડીયા (રહે.કુંભારવાડા ભાવનગર ) અને ક્લિનર નીતિન ભુપતભાઈ મેથાણીયાને ઝડપી ટ્રક રૂા.૧૦ લાખ કાર રૂા.૫ાંચ લાખ અને ત્રણ મોબાઈલ રૂા.૧૭,૦૦૦ કુલ મળી કુલ રૂા.૧૭,૦૪,૦૫૦ નાં મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસ તપાસમાં દારૂનો આ જથ્થો પરાક્રમસિંહ ઉર્ફે પદુભા તુફાંનસિંહ ગોહિલ (રહે.પ્રેસ કર્વાટર,ભાવનગર ) અને ઘનશ્યામ ખમલ (રહે.કરદેજ, ભાવનગર )એ મહારાષ્ટ્રના ધૂલેના શખ્સ પાસેથી મંગાવ્યો હોવાની કબૂલાત કરી હતી. ટીમે ઝડપાયેલાં ત્રણ શખ્સો તથા ફરાર ત્રણ શખ્સ મળી કુલ છ સામે વેળઆવદર ભાલ પોલીસ સ્ટેશમાં પ્રોહિબિશન એક્ટ તળે ફરિયાદ નોંધી ફરાર શખ્સોને ઝડપી લેવા ચક્રોગ તિમાન કર્યા હતા.