Get The App

હાલોલથી રિક્ષામાં ગાંજાનો જથ્થો વડોદરા લઈને આવનાર ચાલક ઝડપાયો

Updated: Nov 25th, 2024


Google NewsGoogle News
હાલોલથી રિક્ષામાં ગાંજાનો જથ્થો વડોદરા લઈને આવનાર ચાલક ઝડપાયો 1 - image


Vadodara : વડોદરા હાલોલ સ્ટેટ હાઇવે ઉપર જરોદ ચોકડી પાસે જિલ્લા એસઓજી પોલીસ ગઈકાલે બપોરે વાહન ચેકિંગમાં હતી ત્યારે ત્યાંથી પસાર થતી એક સીએનજી રીક્ષાને ઉભી રાખી તેના ચાલકનું નામ પૂછતા જહીરૂદ્દીન શબ્બીરભાઈ મલેક રહે ચંબુશા બાવાનો ટેકરો, જીઇબી પાસે પાણીગેટ જાણવા મળ્યું હતું. તેની રિક્ષાની ઝડતી લેતા રીક્ષાની આગળની સીટ નીચે ભૂરા રંગની પ્લાસ્ટિકની એક થેલી જણાઈ હતી.

આ થેલીમાં તપાસ કરતા ગાંજાનો જથ્થો મળ્યો હતો પોલીસે ગાંજાનો 995 ગ્રામ જથ્થો, રીક્ષા એક મોબાઇલ મળી 84,980 નો મુદ્દા માલ કબજે કર્યો હતો. ગાંજાના જથ્થા અંગે જહીરૂદ્દીનની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે વડોદરાના પાણીગેટ વિસ્તારમાં રાજા-રાણી તળાવ પાસે મોહસીન શેખ નામના શખ્શે મને ખર્ચો પાણી આપીને હાલોલમાં 51 નંબરની સોસાયટીમાં રહેતા સોનીબેન અફઝલભાઈને ત્યાં મોકલ્યો હતો અને ત્યાંથી ગાંજાનો જથ્થો લઈને પરત વડોદરા જતો હતો. આ અંગે જરોદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News