Get The App

રોગ સાઇડ નહીં આવો તમારા માટે સારુ નથીઃ બેનરો લઇને વિદ્યાર્થીઓની અનોખી ઝુંબેશ

ટ્રાફિક અવેરનેર્સ ઝુંબેશમાં વિદ્યાર્થીઓની પહેલ

Updated: Jan 1st, 2025


Google NewsGoogle News
રોગ સાઇડ નહીં આવો તમારા માટે સારુ નથીઃ બેનરો લઇને વિદ્યાર્થીઓની અનોખી ઝુંબેશ 1 - image



- ઝુંબેશમાં ઘણા ચાલકો માન આપે છે તો ઘણા ચાલકો 'તમે તમારુ કામ કરો, બહુ દોઢ ડાહ્યા ના બનો'કહીને ખરીખોટી પણ સંભળાવે છે

- અનોખી પહેલ માટે અડાજણની સ્કુલ વિદ્યાર્થીઓને પાંચ મિનિટ વહેલી રજા આપે છે

         સુરત

વિદેશમાં વિદ્યાર્થીઓને નર્સરીથી જ ટ્રાફિક એવરનેર્સને લઇને જાગૃત કરવામાં આવે છે ત્યારે આપણે ત્યાં પણ આ સિસ્ટમ શરૃ થઇ રહી હોઇ તેમ અડાજણની સ્કુલના વિદ્યાર્થીઓ રોંગ સાઇડે જનારા વાહન ચાલકોને અટકાવવા માટે એક અનોખી ઝુબેશ શરૃ કરી છે. દરરોજ સવારે અને બપોર એમ બે ટાઇમ હાથમાં રોગ સાઇડ નહીં જવા માટેના બેનરો લઇને ઉભા રહીને ટ્રાફિક જાગૃતિની ઝુંબેશ ચલાવી રહ્યા છે. ઘણા વાહન ચાલકો ખરીખોટી સંભળાવવા છતા વિદ્યાર્થીઓ જાગૃતિ માટે અડીખમ  ઉભા રહીને સમજાવી રહ્યા છે.

ટ્રાફિક અવેરનેર્સ માટે દર મહિને જિલ્લા કલેકટર, પોલીસ કમિશ્નરમાં રોડ સેફટીની બેઠકો મળે છે. તો મેયર, ગૃહ રાજયમંત્રી, આરટીઓ સહિત અનેક અધિકારીઓ ટ્રાફિકને લઇને કામગીરીનો ધમધમાટ વધારી દીધો છે. લોકોને હેલ્મેટ ફરજિયાત પહેરવા અને રોંગ સાઇટ નહીં જવા માટે આગામી દિવસોમાં દંડ અને પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી કરનાર છે. ત્યારે અડાજણની ભૂલકા ભવન સ્કુલના ધોરણ ૧૧ ના વિદ્યાર્થીઓએ ટ્રાફિકને લઇને એક અનોખી ઝુંબેશ ઉપાડી છે.

આ વિદ્યાર્થીઓ સવારે પોણા સાત વાગ્યે અને બપોરે પોણો એક વાગ્યે હાથમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરો નહીં તો અકસ્માતનો ભોગ બનશો, ડોન્ટ ડ્રાઇવ ઓન ધ રોગ સાઇટ જેવા બેનરો લઇને ઉભા રહી જાય છે. અને જે પણ રોંગ સાઇડ જનારા વાહન ચાલકોને અટકાવીને રીકવેસ્ટ કરે છે કે રોંગ સાઇડ નહીં આવો તમારા માટે સારુ નથી. આવુ કહેતા ઘણા વાહન ચાલકો વિદ્યાર્થીની વાત સમજીને અટકી જાય છે તો કેટલાક વાહન ચાલકો ખરીખોટી સંભળાવે છે કે બહુ દોઢ ડાહ્યા થવાનું નહીં. તમ તમારે તમારુ કામ કરો. વિદ્યાર્થીઓને ધમકાવતા હોવાથી વિદ્યાર્થીઓએ આચાર્ય સોનલબેન દેસાઇને રજુઆત કરી હતી. ત્યારે તેમણે કહ્યુ હતુ કે જીવનમાં આવી પરિસ્થિતિથી પણ તૈયાર રહેવુ જોઇએ. આમ કહેતા જ વિદ્યાર્થીઓનો જુસ્સો વધ્યો છે. અને દરરોજ સવાર-બપોર સ્કુલ બહાર ઉભા રહીને રીકવેસ્ટ કરતા રોંગ સાઇટે જનારામાં ખાસ્સો ફરક પડયો હોવાનું જાણવા મળ્યુ છે.આ વિદ્યાર્થીઓની આ ઝુબેશના પગલે દરરોજ સવારે અને બપોરે સ્કુલ છુટવા પહેલા પાંચ મિનિટ વહેલા છોડી દેવામાં આવે છે. 

રોંગ સાઇડ આવતા પકડાયા તો તે દિવસે વિદ્યાર્થી કે ટીચરની શાળામાં છુટ્ટી

વિદ્યાર્થીઓએ ઉપાડેલી ઝુંબેશને સફળ બનાવવા માટે સ્કુલે પણ સાથ આપ્યો છે. જેમાં જે દિવસે સ્કુલના કોઇ વાલી સંતાનને સ્કુલે રોગ સાઇડ વાહન ચલાવીને સ્કુલે મુકવા આવે કે પછી કોઇ ટીચર પણ જો સ્કુલે રોંગ સાઇડ આવતા પકડાઇ જાય તો તે દિવસે ટીચર કે વિદ્યાર્થીઓની શાળામાં છુટ્રી રાખવામાં આવે છે. રોંગ સાઇડ આવો એટલે ઘરે જ જાવો. શાળાના આચાર્ય સોનલબેન દેસાઇએ જણાવ્યુ કે વિદ્યાર્થીઓની આ અનોખી પહેલને સ્કુલે પણ વધાવી લઇને અમોએ પણ આ સિસ્ટમ અમલમાં મુકી છે. વિદ્યાર્થીઓની આ અનોખી ઝુંબેશને વાલીઓ સાથ આપી રહ્યા છે. અને અન્ય વાહન ચાલકો પણ જોડાઇ રહ્યા હોવાથી આ ઝુંબેશ સફળ થઇ રહી છે.

આ વિચાર કયાંથી આવ્યો ?

સ્કુલ બહાર ગેટ પાસે ઉભા રહેતા વિદ્યાર્થીઓની ટ્રાફિક અવેરનેર્સને જોઇને પુછતા વિદ્યાર્થીઓએ જણાવ્યુ હતુ કે અમારી સ્કુલની બહાર રોંગ સાઇડે જનારા વાહનોની સંખ્યા ઘણી હોય છે. ખાસ કરીને સ્કુલે છુટતી વખતે કે સ્કુલ શરૃ થાય ત્યારે રોંગ સાઇડ જનારા વાહન ચાલકોની સંખ્યા વધુ હોય છે. અને ઘણી વખત અકસ્મતાોમાં વાલી, વિદ્યાર્થીઓ અને સ્કુલના ટીચરોને પણ ગંભીર ઇજાઓ થતા જોતા આ ઝુંબેશ શરૃ કરી છે. 


Google NewsGoogle News