ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં દક્ષિણ ગુજરાતનો દબદબો, જુઓ કયા ઝોનમાંથી કેટલાં મંત્રીઓને અપાયું સ્થાન
નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર 5, દક્ષિણ 5, મધ્ય ગુ. 3, ઉત્તર ગુજરાત 3 ધારાસભ્યોને મંત્રીઓમાં પદમા સ્થાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની હાજરી
ગાંધીનગર,12 ડિસેમ્બર 2022, સોમવાર
ગુજરાતમાં આજે બપોરે નવી સરકારની શપથવિધિ યોજાઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની હાજરીમાં ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી તરીકે સતત બીજી વખત માટે શપથ ગ્રહણ કર્યા. આ સાથે ભુપેન્દ્ર પટેલ રાજ્યના 18માં મુખ્યમંત્રી બન્યા. અને ગુજરાતમાં સતત 7મી વખત ભાજપની સરકાર બની છે.
નવી સરકારમાં સૌરાષ્ટ્રના 5, દક્ષિણ ગુજરાતના 5, મધ્ય ગુજરાતના 3 અને ઉત્તર ગુજરાતનાં 3 ધારાસભ્યોને મંત્રીઓમાં પદમા સ્થાન મળ્યું છે. જેમાં કેબિનેટ કક્ષાના મંત્રીઓમાં સૌરાષ્ટ્રના 4, ઉત્તર ગુજરાતના 2 તેમજ દક્ષિણ-મધ્ય ગુજરાતમાંથી 1-1 ધારાસભ્યને નવી સરકારમાં સામેલ કરાયા છે. તો રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો દક્ષિણ અને મધ્ય ગુજરાતના ધારાસભ્યોને સોંપાયો છે. રાજ્યકક્ષાના મંત્રીઓમાં દક્ષિણના 4, મધ્ય ગુજરાતના 2 અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી એક-એક ધારાસભ્યને સ્થાન અપાયું છે.
ભુપેન્દ્ર પટેલે રાજ્યના 18માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બાદ આજે નવી સરકારની શપથવિધી યોજાઈ. જેમાં ભુપેન્દ્ર પટેલે રાજ્યના 18માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેમને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શપથ લેવડાવ્યા હતા. શપથ લીધા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ શપથવિધીમાં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના કેન્દ્રીય નેતાઓ સહિત ભાજપના સ્ટાર પ્રચારકો પણ ઉપસ્થિત રહ્યાં હતા. ભાજપના તમામ નવા જીતેલા ધારાસભ્યો પણ શપથવિધીમાં હાજર રહ્યા હતા. ભાજપ પ્રમુખ જે.પી.નડ્ડા પણ નવી સરકારની શપથવિધીમાં ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.
ગુજરાત વિધાનસભા ચૂંટણીની 2022 જીત્યા પછી ભાજપે ફરી એકવાર ગુજરાતમાં સરકાર બનાવી છે. આજે બપોરે સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડ પર ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીપદના શપથ ગ્રહણ કર્યા. ત્યારબાદ તેમના મંત્રીમંડળના 8 કેબીનેટ કક્ષાના મંત્રીઓએ શપથ લીધા હતા. કેબિનેટ કક્ષામાં કનુભાઈ દેસાઈ, બલવંતસિંહ રાજપુત, રાઘવજી પટેલ, ઋષિકેશ પટેલ અને ત્યારબાદ કુંવરજી બાવળિયા, મૂળુભાઈ બેરા, કુબેર ડિંડોર અને ભાનુબેન બાબરિયાએ શપથ લીધા હતા. ત્યારબાદ રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલામાં હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા (પંચાલ)એ શપથ લીધા હતા. રાજ્ય કક્ષાના મંત્રીઓમાં પરસોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડ, મુકેશ પટેલે, પ્રફુલ પાનસેરિયા, ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિએ શપથ લીધા હતા. ગુજરાત વિધાનસભાની નવી સરકારની શપથવિધી માટે મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળ માટે હેલિપેડ ગ્રાઉન્ડ પર ત્રણ મોટાં સ્ટેજ બનાવવામાં આવ્યા હતા. આ ત્રણેય સ્ટેજ પૈકી બે સ્ટેજ પર વડાપ્રધાન, કેબિનેટ મંત્રીઓ, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ માટે હતા. આ સાથે એક સ્ટેજ પર સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા.
નવા મંત્રીમંડળમાં ઝોન પ્રમાણે સૌરાષ્ટ્ર 5, દક્ષિણ 5, મધ્ય ગુ. 3, ઉત્તર ગુજરાત 3 ધારાસભ્યોને મંત્રીઓમાં સ્થાન
ક્રમ |
નામ |
નવી સરકારમાં પદ |
બેઠક અને જિલ્લો |
ઝોન |
1 |
કનુ દેસાઈ |
કેબિનેટ મંત્રી |
પારડી, વલસાડ |
દક્ષિણ |
2 |
ઋષિકેશ પટેલ |
કેબિનેટ મંત્રી |
વિસનગર, મહેસાણા |
ઉત્તર ગુજરાત |
3 |
રાઘવજી પટેલ |
કેબિનેટ મંત્રી |
જામનગર ગ્રામ્ય,જામનગર |
સૌરાષ્ટ્ર |
4 |
બળવંતસિંહ રાજપૂત |
કેબિનેટ મંત્રી |
સિદ્ધપુર,પાટણ |
ઉત્તર ગુજરાત |
5 |
કુંવરજી બાવળિયા |
કેબિનેટ મંત્રી |
જસદણ ,રાજકોટ |
સૌરાષ્ટ્ર |
6 |
ભાનુબેન બાબરીયા |
કેબિનેટ મંત્રી |
રાજકોટ ગ્રામ્ય |
સૌરાષ્ટ્ર |
7 |
કુબેર ડિંડોર |
કેબિનેટ મંત્રી |
સંતરામપુર, મહીસાગર |
મધ્ય ગુજરાત |
8 |
મૂળુભાઈ બેરા |
કેબિનેટ મંત્રી |
ખંભાળિયા,દેવભૂમિ દ્વારકા |
સૌરાષ્ટ્ર |
9 |
જગદીશ પંચાલ |
રા.મંત્રી તથા સ્વતંત્ર હવાલો |
નિકોલ,અમદાવાદ |
મધ્ય ગુજરાત |
10 |
હર્ષ સંઘવી |
રા.મંત્રી તથા સ્વતંત્ર હવાલો |
મજૂરા,સુરત |
દક્ષિણ ગુજરાત |
11 |
પરસોત્તમ સોલંકી |
રાજ્યકક્ષાના મંત્રી |
ભાવનગર ગ્રામ્ય,ભાવનગર |
સૌરાષ્ટ્ર |
12 |
ભીખુસિંહ પરમાર |
રાજ્યકક્ષાના મંત્રી |
મોડાસા, અરવલ્લી |
ઉત્તર ગુજરાત |
13 |
બચુ ખાબડ |
રાજ્યકક્ષાના મંત્રી |
દેવગઢબારિયા |
મધ્ય ગુજરાત |
14 |
પ્રફુલ પાનસેરીયા |
રાજ્યકક્ષાના મંત્રી |
કામરેજ, સુરત |
દક્ષિણ ગુજરાત |
15 |
મુકેશ પટેલ |
રાજ્યકક્ષાના મંત્રી |
ઓલપાડ, સુરત |
દક્ષિણ ગુજરાત |
16 |
કુંવરજી હળપતિ |
રાજ્યકક્ષાના મંત્રી |
માંડવી, સુરત |
દક્ષિણ ગુજરાત |