શિણાયમાં લાકડા અને પથ્થર ફટકારી શ્વાનની હત્યા કરીઃ ચાર સામે ફરિયાદ
શ્વાન ભસતો હતો તે પસંદ નહોતું એટલે હત્યા કરનાર ચાર આરોપીઓ વિરુદ્ધ જીવદયા પ્રેમીએ ફરિયાદ નોંધાવી
ગાંધીધામ: આદિપુરમાં ચાર ઈસમોએ શ્વાનને વગર કારણે માર મારી મોતને ઘાટ ઉતારતા સંકુલમાં રોષ ફેલાયો છે. જીવદયા પ્રેમીઓએ આ ઘટનાને વખોડવા સાથે આદીપુર પોલીસ સ્ટેશનમાં ચાર ઈસમો સામે ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. આંચકારૂપ બાબત એ છે કે, શ્વાન ભસતું હોવાના ત્રાસના કારણે ચાર શખ્સોએ હત્યા કરી હતી.
આ બાબતે મળતી વિગતો મુજબ આદીપુરના વોર્ડ નં. ૧-બી પ્લોટ નં. ૧૯ ખાતે ૨૧ તારીખે સાંજે સવા સાત વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. શીણાયના વાડી વિસ્તારમાં રહેતા આમદ બીલાલ નોડે, મહેબુબ બીલાલ નોડે, યાકુબ દાઉદ નોડે અને ઈમરાન હબીબ નોડે નામના ઈસમોએ પોતાના હાથમાં લાકડાના ધોકા અને પથ્થર ધારણ કરી ભુરા જેવા કલરના શ્વાનને કોઈ કારણ વગર ત્રાસ અને દુઃખ આપી ક્રતાપૂર્વક લાકડાના ધોકાઓ અને પથ્થર મારી કુતરાને મારી નાખ્યો હતો.
બનાવ બાબતે આદીપુર પોલીસ મથકે ફરિયાદી રાજેશભાઈ પોપટભાઈ ભીલે ચારેય ઈસમો સામે ભારતીય ન્યાય સંહિતનાની કલમ ૩૨૫ અને પ્રાણીઓ પ્રત્યે ક્રતા નિવારણ અધિનિયમની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.